ઉત્તરાખંડ : ટિહરીમાં સ્કૂલ બસ ખીણમાં ખાબકી, 9 વિદ્યાર્થીના મોત, આઠ ઘાયલ

0
12

ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના પ્રતાપનગર-કંગસાલી-મદનનેગી રોડ પર બાળકોને લઇને જતી સ્કૂલ બસ ખીણમાં ખાબકી છે. જેમાં એક મળતાં અહેવાલ મુજબ 9 વિદ્યાર્થીઓના મોત થયાં છે. જ્યારે અન્ય 8થી વધારે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.

એક મળતી જાણકારી મુજબ આ દૂર્ટના ટિહરી જિલ્લાના પ્રતાપનગર બ્લોકની છે. આ દૂર્ઘટના સવારે થઇ હતી. આ દૂર્ઘટનાની જાણ થતાં એસડીઆર, પોલીસ અને પ્રશાસનની ટીમ પહોંચી ગઇ છે અને રેસકયૂ શરૂ કરવામાં આવ્યું છે.

સૂત્રોને મળતી જાણકારી મુજબ ઉત્તરાખંડના ટિહરી ગઢવામાં એક સ્કૂલ બસ ખાઇમાં ખાબકી છે. ટિહરીના કાંગસાલી નજીક થયેલી આ દૂર્ઘટનામાં 9 વિદ્યાર્થીઓના મોત નિપજ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. જ્યારે અન્ય 8થી વધારેને ઇજા પહોંચી છે. હાલમાં એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here