વેક્સિનેશન : ત્રણ દિવસના બ્રેક બાદ આજે બનાસકાંઠાના 50 સેન્ટર ઉપર રસીકરણ શરૂ

0
0

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વેક્સિનેશનની કામગીરી બંધ હતી. જ્યારે આજે શનિવારે વહેલી સવારથી જ વેક્સિનેશનની કામગીરી શરૂ થતાં જિલ્લાના 50થી વધુ સેન્ટરો પર રસી લેવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. પાલનપુર અર્બન હેલ્થ સેન્ટરમાં વહેલી સવારથી જ વેક્સિનેશન લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી.

ત્રણ દિવસના બ્રેક બાદ આજે જિલ્લાના 50 સેન્ટર ઉપર રસીકરણ શરૂ થતાં વહેલી સવારથી જ રસી લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. આરોગ્ય કર્મીઓ રસી લેવા આવનાર લોકોનું ધ્યાન પણ રાખી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ રીતે રસીકરણ થઈ રહ્યું છે.

શાળા-કોલેજો ખોલવાની સરકારની તૈયારી છે ત્યારે યુવાનોનું માનવું છે તે મોટા પ્રમાણમાં યુવાનોમાં રસીકરણ થાય તો આગામી ત્રીજી લહેરની સંભાવના છે તે નહિવત બને અત્યારે તો રસીકરણ લઈને મોટા પ્રમાણમાં લોકો ઉત્સાહથી રસી લઇ રહ્યા છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્રનું પણ માનવું છે કે, જલ્દીથી જલ્દી યુવાનો અને તમામ લોકોનો રસીકરણ થાય અને ત્રીજી લહેરની સંભાવનાને નકારી શકાય.

આ અંગે ડો કિંજલબેને જણાવ્યું હતું કે, આજે પાલનપુર અર્બન હેલ્થ સેન્ટર અને લક્ષ્મણ ટેકરી ખાતે વેક્સિનેશનની કામગીરી ગોઠવાઇ હતી. ત્રણ દિવસથી વેક્સિનેશનનો કાર્યક્રમ બંદ હતો જે આજથી સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 50 જેટલા કોરોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 100 જેટલા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here