મહેસાણામાં રસીકરણ પડ્યું ધીમું, 6 મહિનામાં માત્ર 63.76 ટકા રસીકરણ થયું

0
0

રાજ્યમાં રસીકરણ અભિયાન શરૂ થયાના 6 મહિનામાં મહેસાણા જિલ્લામાં 63.76 ટકા રસીકરણ થયું છે. એટલે કે, 18 થી વધુ વયના 16.68 લાખ લોકોના અંદાજ સામે 10.63 લાખ લોકોએ અત્યાર સુધીમાં રસી મૂકાવી છે. જેમાં 48.21 ટકા (8.04 લાખ) લોકોએ પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 15.55 ટકા (2.59 લાખ) લોકો બુસ્ટર ડોઝ એટલે કે બંને ડોઝ લઇ કોરોના કવચ મેળવી લીધું છે.

બીજી બાજુ, 1લી જૂનથી મહા રસીકરણ અભિયાન શરૂ કરાયા બાદ પૂરતા વેક્સિન ડોઝ નહીં ફાળવાતાં જિલ્લામાં આ અભિયાન દિવસે દિવસે ધીમું પડતું જાય છે. 17 જૂનથી 30 જૂન સુધીના 14 દિવસમાં 1,79,656 લોકોને રસી અપાઇ હતી. જ્યારે ત્યાર પછી 1 જુલાઇથી 16 જુલાઇ સુધીમાં વેક્સિનેશનના 14 દિવસમાં માત્ર 1,05,089 ડોઝ જ અપાતાં અગાઉના બે સપ્તાહ કરતાં છેલ્લા બે સપ્તાહમાં 74,567 ઓછું રસીકરણ થયું છે. જે 41.50 ટકાનો ઘટાડો સૂચવે છે. રસીકરણ ઘટવા પાછળ આગળથી ડોઝની ફાળવણી ઘટી હોવાનું આરોગ્ય વિભાગનું કહેવું છે. ઉલ્લેખનીય છે કેે, જિલ્લામાં 6 મહિનામાં 63 ટકા એટલે કે મહિને સરેરાશ 11 ટકા જેટલું રસીકરણ થયું છે. એ જોતાં આ ગતિએ પ્રથમ ડોઝનો ટાર્ગેટ પૂરો કરતાં હજુ ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.

મહેસાણા જિલ્લામાં 1 જુલાઇથી 16 જુલાઇ સુધીમાં 7, 9 અને 14 તારીખે વેક્સિનેશન બંધ રખાયું હતું. આ સિવાયના દિવસોમાં ગ્રામ્ય વિસ્તારમાં 79,875 લોકોએ રસી લીધી છે.

છેલ્લા 15 દિવસમાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ગણું વેક્સિનેશન

તારીખ ગ્રામ્ય શહેર
01 જુલાઇ 8171 2103
02 જુલાઇ 6815 2130
03 જુલાઇ 6199 2255
04 જુલાઇ 7305 2195
05 જુલાઇ 8039 2561
06 જુલાઇ 5554 2441
08 જુલાઇ 257 0
10 જુલાઇ 6581 2045
11 જુલાઇ 6014 1945
12 જુલાઇ 5856 1945
13 જુલાઇ 6407 1822
14 જુલાઇ 1 0
15 જુલાઇ 6365 2000
16 જુલાઇ 6311 1763
કુલ 79,875 25,214

 

ઉત્તર ગુજરાતમાં 39.47 લાખ લોકોએ રસી લીધી

જિલ્લો કુલ રસીકરણ પ્રથમ ડોઝ બીજો ડોઝ
મહેસાણા 10,63,652 8,04,234 2,59,418
પાટણ 5,47,639 4,20,963 1,26,676
બનાસકાંઠા 11,65,560 8,64,562 3,00,998
સાબરકાંઠા 6,61,429 5,06,039 1,55,390
અરવલ્લી 5,08,973 3,68,237 1,40,736
કુલ 39,47,253 29,64,035 9,43,218

 

​​​​​​​રસીમાં મહેસાણા રાજ્યમાં 5મા નંબરે
રસીકરણમાં મહેસાણા જિલ્લો અમદાવાદ, સુરત અને વડોદરા મહાનગર અને બનાસકાંઠા જિલ્લા પછી રાજ્યમાં 5મા ક્રમે આવે છે.

3.89 લાખ યુવાનોએ રસી લીધી
અત્યાર સુધીમાં થયેલા કુલ વેક્સિનેશનમાં 18 થી 44 વર્ષમાં 3,89,125 યુવાનોએ રસી લીધી છે. 45 થી 60 વય જૂથમાં 3,56,221નું રસીકરણ થયું છે. તો 60 થી વધુ વયના 3,18,306 સિનિયર સિટીઝનો રસી મૂકાવી ચૂક્યા છે. રસી લેનાર પુરુષોની સંખ્યા 5,52,284 અને મહિલાઓની સંખ્યા 5,11,242 છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here