Wednesday, September 22, 2021
Home18 વર્ષથી ઉપરના લોકોને પણ રસી : કરીના કપૂર ખાન અને મલાઈકા...
Array

18 વર્ષથી ઉપરના લોકોને પણ રસી : કરીના કપૂર ખાન અને મલાઈકા અરોરા જેવા ઘણા સ્ટાર્સે સરકારના નિર્ણયની પ્રશંસા કરી

દેશમાં કોરોનાનાં વધતા કેસની વચ્ચે સોમવારે સરકારે વેક્સિનેશનને લઈને મોટી જાહેરાત કરી હતી. 1 મેથી, 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકો પણ વેક્સિન લઈ શકશે. સરકારના આ નિર્ણયને દેશના લોકોએ અને બોલિવૂડ સેલેબ્સે પણ આવકાર્યો છે. કરીના કપૂર ખાન અને મલાઈકા અરોરા જેવા ઘણા સ્ટાર્સે સરકારના નિર્ણયની પ્રશંસા કરવા માટે તેમના સોશિયલ મીડિયા હેન્ડલની મદદ લીધી.

લેટ્સ ટૂ ધિસ ઈન્ડિયા

કરીના કપૂર ખાન અને મલાઈકા અરોરા બંનેએ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને લખ્યું, ‘લેટ્સ ડૂ ધિસ ઈન્ડિયા’. હુમા કુરેશીએ લખ્યું ‘પ્લિઝ ગાઈસ સ્ટે સેફ’. તેમજ આલિયા ભટ્ટ, અનન્યા પાંડે, મીરા કપૂર, મિથિલા પાલકર, અર્પિતા ખાન શર્મા સહિત ઘણા સેલેબ્સે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

થોડા દિવસ પહેલા આ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવ્યા

દેશમાં કોરોનાની બીજી લહેરના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે આ દરમિયાન છેલ્લા કેટલાય દિવસોમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. વત્સલ શેઠ, અર્જુન રામપાલ, નીલ નીતિન મુકેશ, સોનુ સૂદ, મનીષ મલ્હોત્રા, સુમિત વ્યાસ, પવન કલ્યાણ, અક્ષય કુમાર, ગોવિંદા, આમિર ખાન, આર માધવન, કેટરીના કૈફ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, બપ્પી લહેરી, પરેશ રાવલ, સતીશ કૌશિક, મનોજ બાજપેયી, આશુતોષ રાણા, વરુણ ધવન, વિક્રાંત મેસી, સહિત અન્ય ઘણા સેલેબ્સ પણ કોરોના સંક્રમિત થઈ ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments