વેક્સિનથી મોતનો ખુલાસો : કોરોના વેક્સિનના કારણે એક 68 વર્ષના વૃદ્ધનું મોત થયું હોવાનો ખુલાસો થયો

0
0

ભારતમાં કોરોના વેક્સિનના કારણે એક 68 વર્ષના વૃદ્ધનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે. સરકાર તરફથી બનાવવામાં આવેલી પેનલ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. ઈન્ડિયા ટૂડેના જણાવ્યા પ્રમાણે, 68 વર્ષના વૃદ્ધને 8 માર્ચના રોજ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારપછી તેમને એનાફિલેક્સિસ જેવી સાઈડ ઈફેક્ટ જોવા મળી હતી. ત્યારપછી તે વૃદ્ધનું મોત થયું હતું. આ એક પ્રકારનું એલર્જિક રિએક્શન હોય છે.

31 મોતના અસેસમેન્ટ પછી ખુલાસો
વેક્સિન લગાવ્યા પછી કોઈ ગંભીર બીમારી થવા અથવા મોત થવાને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (AEFI) કહેવામાં આવે છે. આ રિએક્શન થવાથી આખા શરીરમાં ખૂબ ઝડપથી દાણા દેખાવા લાગે છે. AEFI માટે કેન્દ્ર સરકારે એક કમિટી બનાવી છે. આ કમિટીએ વેક્સિન લગાવ્યા પછી થયેલા 31 મોતના અસેસમેન્ટ પછી પહેલું મોત વેક્સિનના કારણે થયું હોવાનું કન્ફર્મ કર્યું છે.

વધુ બે લોકોમાં એનાફિલેક્સિસના લક્ષણો દેખાયા
રિપોર્ટ પ્રમાણે AEFI કમિટીના ચેરમેન ડૉ. એનકે અરોરાની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, વધુ બે લોકોને વેક્સિન લીધા પછી એનાફિલેક્સિસની સમસ્યા જોવા મળી છે. તેમની ઉંમર 20 વર્ષની આસપાસની હતી. જોકે હોસ્પિટલમાં સારવાર પછી બંનેની તબિયતમાં સુધારો આવ્યો હતો. તેમને 16 અને 19 જાન્યુઆરીએ અલગ-અલગ વેક્સિન આપવામાં આવી હતી. ડૉ. અરોરાએ આ વિશે વધુ કઈ પણ કહેવાની ના પાડી છે. જોકે તેમણે એવુ ચોક્કસ કહ્યું છે કે, હજારમાં એકાદ વ્યક્તિને એલર્જીનું રિએક્શન થાય છે, જો વેક્સિન પછી એનાફિલેક્સિસના લક્ષણ દેખાય તો તેમને તુરંત સારવારની જરૂર હોય છે. હજાર લોકોમાંથી 1 ને એનાફિલેક્સિસ અથવા ગંભીર એલર્જી રિએક્શનની સમસ્યા હોય છે.

વધુ 3 મોતનો ખુલાસો થવાનો બાકી
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વધુ 3 લોકોના મોત વેક્સિનના કારણે થયા હોવાનું માનવામાં આવે છે. પરંતુ હજી તેનો ખુલાસો થવાનો બાકી છે. સરકારી પેનલના રિપોર્ટ પ્રમાણે, વેક્સિન સાથે જોડાયેલા અત્યારે તે પણ રિએક્શન સામે આવી રહ્યા છે તેની અપેક્ષા પહેલેથી જ હતી. તે માટે સાઈન્ટીફિક એવિડન્સના આધારે વેક્સિનેશનને જવાબદાર ઠેરવી શકાય છે. આ રિએક્શન એલર્જી સંબંધિત અથવા એનાફિલેક્સીસ જેના હોઈ શકે છે.

આ કેસની તપાસ કરવામાં આવી
કમિટીએ જણાવ્યું કે, વેક્સિનેશન પછી સામે આવેલા આ 31 ગંભીર કેસમાં વેક્સિનની અસર પ્રમાણે તેને અલગ-અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે

 • 18 કેસ- આ એવા કેસ જે વેક્સિનેશન સાથે જોડાયેલા નથી. એટલે કે વેક્સિન પછી કરવામાં આવેલા રિપોર્ટમાં વેક્સિનેશન સિવાય પણ અલગ કારણો માનવામાં આવે છે.
 • 7 કેસ- અનિશ્ચિત એટલે કે તેના માટે કોઈ નિશ્ચિત પુરાવા અથવા ક્લીનિકલ ટ્રાયલ ડેટા નથી. તેમા વઘારે એનાલિસિસ અને સ્ટડીની જરૂર છે.
 • 3 કેસ- વેક્સિન પ્રોડક્ટ સાથે રિએક્શન અથવા એનાફિલેક્સિસ
 • 2 કેસ- અવર્ગીકૃત એટલે કે જેની તપાસ કરવામાં આવી છે, પરંચુ મહત્વની માહિતી ગાયબ હોવાના કારણે પૂરતા પુરાવા મળ્યા નથી. તે વિશે ફેર વિચારણાં કરવામાં આવશે.
 • 1 કેસ- વેક્સિન વિશે ગંભીર રીતે જોડાયેલો આ કેસ જેમાં બેભાન અવસ્થામાં અતવા વેક્સિનના કારણે વ્યક્તિ ગંભીર સ્થિતિમાં મુકાયા હોય અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય.

શું હોય છે એનાફિલેક્સિસ એલર્જી?
એનાફિલેક્સિસ એક ઘાતક એલર્જી માનવામાં આવે છે. જેની તુરંત સારવાર કરવી જરૂરી હોય છે. તે ખૂબ ઝડપથી ફેલાય છે. એનાફિલેક્સિસ એલર્જી આખા શરીરમાં ફેલાતી હોય છે.

એનાફિલેક્સિસના લક્ષણો

 • સ્કિન પર રેશિસ થવા, આખા શરીરે ખણ આવે છે અને સોજા થાય છે
 • ખાંસી સિવાય શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે
 • પેટમાં દુખાવો અને ઉલટી થાય છે
 • ચક્કર આવવા અને માથામાં દુખાવો થવો
 • શ્વાસ લેવામાં તકલીફ થવી, ગભરામણ થવી
 • ડાયરિયા થઈ શકે છે અને જીભ થોથવાઈ જાય છે
 • શરીર પીળુ પડી શકે છે અને પલ્સ રેટ પણ ઘટી શકે છે.
 • ખાવા-પીવામાં મુશ્કેલી થવા લાગે છે અને ગળામાં સોજો આવે છે

એનાફિલેક્સિસની સારવાર
એનાફિલેક્સિસ સામાન્ય રીતે એલર્જી ઉભી કરનાર તત્વોના સંપર્કમાં આવતા જ તુરંત જ તેનું સ્વરૂપ દર્શાવે છે. જોકે અમુક વખત આ એલર્જી સામે આવતા અમુક કલાકો પણ થઈ જાય છે. તેની સારવારમાં એપીનફિરીનનો શોટ ફાયદાકારક રહે છે અને તે તુરંત દર્દીને આપવાનો હોય છે. આ એક અડ્રેનલિન ઓટો-ઈન્જેક્ટર હોય છે, જે બ્લડ વેસલ્સને સાંકડી કરે છે. તેનાથી મસ્લસને સ્મૂથ કરવામાં મદદ મળે છે અને શ્વાસ લેવાની તકલીફ પણ દૂર કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here