Thursday, August 5, 2021
No menu items!
Homeરસીની અસર : બ્રિટનમાં સંપૂર્ણ અનલૉક, જ્યારે અહીં દુનિયાના સૌથી વધુ કોરોના...
Array

રસીની અસર : બ્રિટનમાં સંપૂર્ણ અનલૉક, જ્યારે અહીં દુનિયાના સૌથી વધુ કોરોના દર્દી નોંધાઈ રહ્યા

બ્રિટને સોમવારે સંપૂર્ણપણે અનલૉક કરી દીધું છે. આ નિર્ણય એવા સમયે કરાયો છે, જ્યારે અહીં દુનિયાના સૌથી વધુ કોરોના દર્દી નોંધાઈ રહ્યા છે. બ્રિટનમાં રવિવારે 48 હજાર અને શનિવારે 54 હજારથી વધુ નવા દર્દી નોંધાયા. ત્રીજી લહેર વચ્ચે દેશને અનલૉક કરવાનો આ આત્મવિશ્વાસ રસીકરણમાંથી આવ્યો છે. બ્રિટને 87% વયસ્કોને સિંગલ અને 68%ને બંને ડોઝ આપી દીધા છે.

ખાસ વાત એ છે કે, 6.70 કરોડની વસતી ધરાવતા બ્રિટનમાં 54% વસતીને રસી આપી દેવાઈ છે. હવે અહીં માસ્ક પણ ફરજિયાત નથી. બીજી તરફ, પ્રતિબંધોમાં ઢીલને ‘ફ્રીડમ ડેઝ’ ગણાવાઈ રહ્યા છે. 15 મહિના પછી અહીં કોઈ પ્રતિબંધ વિના આખી રાત ખુલ્લી રહેતી નાઈટ ક્લબોમાં ભારે ભીડ ઊમટી હતી. મોટા ભાગની નાઈટ ક્લબો અને બાર બહાર રવિવારે રાતથી જ લાંબી કતારો લાગવાનું શરૂ થઈ ગયું હતું. અનેક સ્થળે તો લોકોએ બે-બે કલાક રાહ જોઈને ક્લબમાં પ્રવેશ લીધો હતો.

ગયા વર્ષે માર્ચમાં લગાવેલા પ્રતિબંધો પછી સોમવારે પહેલીવાર લોકોએ કોઈ પ્રતિબંધ વિના પાર્ટીની મજા લીધી. ક્લબોમાં ગયેલા 73% લોકોનું કહેવું હતું કે દેશ હાલમાં લૉકડાઉનમાંથી બહાર આવ્યો છે એટલે અમે પાછા જવા જ નથી ઈચ્છતા. બ્રિટનની નાઈટ ક્લબ અને બાર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, જો બધું આ જ રીતે ચાલ્યું તો 15 મહિનાનું નુકસાન ઝડપથી ભરપાઈ થઈ જશે.

નવી મુશ્કેલી… બ્રિટનમાં ‘નોરો’ વાઈરસના 154 કેસ મળ્યા
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના મતે, હવે અહીં ‘નોરો’ નામના નવા વાઈરસના 154 કેસ મળ્યા છે. બ્રિટિશ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના મતે, આ વાઈરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા લોકો પણ સંક્રમિત થઈ શકે છે. નોરોથી સંક્રમિત થયાના 12થી 48 કલાકમાં ઝાડા, ઊલટી, ચક્કર આવવા, પેટ દર્દ, આંતરડામાં સોજો વગેરે લક્ષણ જોવા મળ્યાં છે. આ વાઈરસથી ત્રણ દિવસ સુધી રહે છે. તેનાથી બચવાનો ઉપાય પણ હાથ સારી રીતે ધોવા તે જ છે.

ઈન્ડોનેશિયા: 27 કરોડ વસતી, સંક્રમણનું મોટું હોટ સ્પોટ બન્યું
​​​​​​​ઈન્ડોનેશિયા કોરોનાનું મોટું હોટસ્પોટ બની ગયું છે. 27 કરોડની વસતી ધરાવતા આ દેશમાં રોજ 44 હજાર લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેનું કારણ કોરોનાનો ડેલ્ટા વેરિયેન્ટ છે. હોસ્પિટલોમાં પણ બેડની અછત સર્જાઈ છે અને કબ્રસ્તાનોમાં પણ જગ્યા ખૂટી પડી છે. અહીં આશરે 6% વસતીનું જ સંપૂર્ણ રસીકરણ થઈ શક્યું છે.

અમેરિકામાં પણ ડેલ્ટા વેરિયેન્ટની અસર, રોજ 70% કેસ વધ્યા
અમેરિકામાં રવિવારે કોરોનાના 9513 નવા કેસ આવ્યા. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટરના ડિરેક્ટર રોશેલ વૉલેન્સ્કીએ કહ્યું કે દેશમાં રોજ નોંધાતા કેસમાં 70%નો વધારો થયો છે. તેમાં 40%થી વધુ દર્દી એ ચાર રાજ્યના છે, જ્યાં રસીકરણ ધીમું છે. સિંગાપોરમાં ગયા વર્ષના ઓગસ્ટ પછી એક દિવસમાં સૌથી વધુ 88 કેસ નોંધાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments