Wednesday, September 29, 2021
Homeવેક્સિન : ફાઈઝરે કહ્યું- ભારત સરકાર સાથે ડીલ ફાઈનલ નહીં થાય, ત્યાં...
Array

વેક્સિન : ફાઈઝરે કહ્યું- ભારત સરકાર સાથે ડીલ ફાઈનલ નહીં થાય, ત્યાં સુધી કંપની અરજી નહીં કરે

મોડર્ના અને ફાઈઝરની કોરોના વેક્સિન માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે. ઈન્ડેમ્નિટી બોન્ડ સહિત અનેક મુદ્દે બંને કંપની સાથે ચાલતી વાતચીત વચ્ચે હવે ભારત સરકારે અમેરિકન નિયામક સંસ્થા એફડીએને પત્ર લખીને પૂછ્યું છે કે, તમે મોડર્ના અને ફાઈઝરની રસીને કેવી છૂટ આપી રહ્યા છો? આ સાથે સરકારે પત્રમાં છૂટ માટે પોતાની શરતોનો પણ ઉલ્લેખ કર્યો છે. તપાસમાં માલુમ પડ્યું છે કે, ભારત સરકાર ફક્ત અન્ય દેશોના મોડર્ના અને ફાઈઝર સાથે થયેલા કરાર જોઈ રહી છે, પરંતુ હાલના ડ્રાફ્ટના કરારની ભાષા પણ બદલવા ઈચ્છે છે. આ મુદ્દે કંપની સાથે સંમતિ હજુ બાકી છે.

કંપની પાસે રસીના હજારો કરોડ ડોઝના ઓર્ડર
કંપનીના સૂત્રોના જણાવ્યાનુસાર, ભારત સરકાર કરારમાં કેટલાક શબ્દો બદલવા ઈચ્છે છે. આ મુદ્દે કંપની હજુ વિચાર કરી રહી છે. ભારત સરકારનો તર્ક છે કે, દરેક દેશની સ્થિતિ જુદી છે. આખરે આ શબ્દોમાં ફેરફારથી ભારતની સ્થિતિ પ્રમાણે કરાર વધુ અસરકારક રહેશે. ખાસ વાત એ છે કે, કરારમાં ફેરફાર મુદ્દે બંને પક્ષ સંમત થઈ જશે, તો પણ તે ફક્ત અમેરિકન સરકાર તરફથી મળતા આશરે એક કરોડ મફત ડોઝ માટે જ હશે. મોડર્નાના એક અધિકારીનું કહેવું છે કે, કંપની પાસે રસીના હજારો કરોડ ડોઝના ઓર્ડર છે.

ભારતમાં 2022 પહેલા રસી નહીં આવે
આ સ્થિતિમાં વ્યવસાયિક રીતે ભારતમાં 2022 પહેલા રસી ના મોકલી શકાય. કરારમાં સમય લાગવાથી મફત રસીની ખેપ પણ સપ્ટેમ્બર પછી પહોંચવાની આશા છે. કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું કે, ભારતીય કંપની સ્પિલાને ઈમર્જન્સી યુઝ પ્રોટોકોલ હેઠળ મોડર્ના રસીની આયાતનું લાયસન્સ અપાઈ ચૂક્યું છે. પરંતુ મોડર્નાનું કહેવું છે કે, હજુ અનેક શરતો પર સંમતિ બાકી છે. ઈન્ડેમ્નિટી બોન્ડ મુદ્દે થોડી સંમતિ બની છે. ઈન્ડેમ્નિટી એ કરાર છે, જેનાથી રસીકરણ પછી પ્રતિકૂળ આડઅસરો થાય તો કંપની સામે ભારતમાં કેસ ના થઈ શકે. આ ઉપરાંત કંપનીએ પ્રાઈઝ કેપિંગ અને બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં પણ છૂટ માગી છે. તેનો અર્થ એ છે કે, કંપની ભારતના બજાર માગ પ્રમાણે કિંમત નક્કી કરશે. કંપનીએ બ્રિજ ટ્રાયલમાં પણ છૂટ માગી છે. તે અંતર્ગત કંપનીએ ભારતના વાતાવરણમાં રસીની અસરકારકતા તપાસવા માટે થોડા ટ્રાયલ કરવાના હોય છે.

બીજી તરફ, ફાઈઝરે કહ્યું છે કે, જ્યાં સુધી ભારત સરકાર સાથે ડીલ ફાઈનલ નહીં થાય, ત્યાં સુધી કંપની અરજી નહીં કરે. ઈન્ડેમ્નિટી બોન્ડ પર સૈદ્ધાંતિક સંમતિ સધાઈ ચૂકી છે. આગામી થોડા સપ્તાહમાં ડીલની શરતો નક્કી થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments