અધિકારીનો લેવાયો ભોગ : વાડજ PI એ વાતને અવગણી તો રાતોરાત કરી દેવામાં આવી બદલી.

0
10
અમદાવાદના વાડજ વિસ્તારમાં પોલીસ રાત્રીના સમય કર્ફ્યુનો કડક પાલન કરાવી રહી હતી તે દરમ્યાન એક ફોરચ્યુનર કારને અટકાવી તેમના ડ્રાઈવરથી રાત્રી કર્ફ્યુના સમયમાં બહાર ફરવાનું યોગ્ય કારણ પૂછતાં ડ્રાઈવરે કહ્યું હતું કે આ ગાડી કલોલના સ્વામિનારાયણ મંદિરના સ્વામીની છે અને અમે સ્વામીની ફાઈલ બતાવવા હોસ્પિટલ આવ્યા છીએ. ત્યારબાદ વાડજ પોલીસે ડ્રાઈવરને ફાઈલ બતાવવાનુ કહ્યું હતું પણ તેમની પાસે આવી કોઈ ફાઈલ હતી જ નહી, જેથી પોલીસ દ્વારા ગાડી અને તેમા બેસેલા પાંચ લોકોને વાડજ પોલીસ સ્ટેશન લઇ જઈને યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરતા સ્વામીના કાર ડ્રાઈવર પોલીસ સાથે માથાકૂટ કરી હતી ને વર્દી ઉતારી દેવાની ધમકી આપી હતી.
સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા વાડજ પોલીસ સ્ટેશનના પી. આઈ. રાઠવા પોતે આ કેસને હેન્ડલ કરી રહ્યા હતા. ડ્રાઈવર દ્વારા પી. આઈ. રાઠવાની વાત કલોલ સ્વામિનારાયણના સ્વામી સાથે કરાવી હતી. ત્યારે સ્વામીએ પી. આઈ. ને કહ્યું હતું કે ગાડી અને માણસોને જવાદો પરંતુ પી.આઈ રાઠવાએ મક્કમ બની સ્વામીની વાતને રદિયો આપ્યો હતો અને ગાડી ડિટેઇન કરવાની વાત ઉપર અટલ રહ્યા હતા. જેથી કલોલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી પી. આઈ. ને ધમકાવ્યો હતો.
એટલુજ નહી પી. આઈ. રાઠવાની બદલી કરવાની ધમકી આપી જણાવ્યું હતું કે તમે મને હજુ ઓળખતા નથી તમે સુ મારી ગાડીને ડિટેઇન કરશો. ત્યારબાદ પણ વાત નાં બનતા સ્વામીએ કોઈ ધારાસભ્ય ને તમામ હકીકત જણાવી હતી, જેથી ધારાસભ્યએ વાડજ પી. આઈ. રાઠવા સાથે ફોન ઉપર વાત કરી સ્વામીનાં માણસો અને ગાડીને છોડી દેવા માટે દબાણ કર્યુ હતું. પરંતુ પી.આઈ રાઠવા એ ધારાસભ્યની વાતની પણ અવગણના કરી કાર્યવાહી કરવાનું કહેતા ધારાસભ્ય ઉશ્કેરાઈ ગયા હતા ને પછી પી.આઈ રાઠવાને ફોન ઉપર દમદાટી આપવાનું શરૂ કરેલ તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ  છે.
એક મંત્રીએ પી.આઈ રાઠવાને કહ્યું હતું કે તું શું તમારા CP સાહેબ પણ સ્વામીની ગાડી પાછી મુકવા આવશે. જેથી પી.આઈ રાઠવાનો પિત્તો ગયો હતો ને તેમણે મંત્રીને ખુલ્લા શબ્દોમાં કહી દીધું હતું કે તમારે જેમને મારાં વિરુદ્ધ કહેવુ હોય કહી દેજો પણ હવે ગાડી નહી છૂટે. મામલો જયારે ઉચ્ચ-અધિકારીઓ પાસે પહોંચ્યો ત્યારે અધિકારીઓની વાત માની પી.આઈ રાઠવા એ ઉપલા અધિકારીઓની સૂચનાનું પાલન કરી ગાડીને જવા દીધી હતી. ત્યારબાદ ફોન ઉપર પી.આઈ ને સ્વામીની માંફી માંગવાનું જણાવાયું હતું. પરંતુ પી.આઈ રાઠવા એ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે મેં કોઈ ખોટું કામ નથી કર્યુ, હુ તો મારી ફરજ બજાવી રહ્યો હતો અને લોકો ને સરકાર દ્વારા જાહેર કરાયેલા કાયદાનું પાલન કરાવી રહ્યો હતો એટલે મારે કોઈની માંફી માંગવાનો સવાલ જ નથી ઉઠતો જેથી હુ કોઈની માંફી નહી માંગુ.
હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે…
કર્ફ્યુ તોડનાર વ્યક્તિઓ કસૂરવાર હોવા છતાં સ્વામિનારાયણ નાં સ્વામી પીઆઈ રાઠવાને ફોન ઉપર ધમકી આપે છે એ કેટલું યોગ્ય?
ધારાસભ્ય અને મંત્રી પોતે કાયદાઓ બનાવતા હોય છે અને એ પોતે કાયદાનું ઉલ્લંઘન કરનાર લોકોને છાવરે તે કેટલું યોગ્ય છે?.
કોણ છે આ સ્વામિનારાયણ નાં સ્વામી કે તેમની ભલામણ કરવા ખુદ મંત્રી કાયદાનું ઉલ્લંઘન કરી ગાડી છોડવા માટે રાજકીય દબાણ કર્યું.
હાલ આ ઘટના સંદર્ભમાં વાડજનાં પી. આઈ. રાઠવાની રાતોરાત બદલી કરી દેવાતા પોલીસ બેડામાં નારાજગી જોવા મળી રહી છે. કારણ કે લોકડાઉન સમય થી અમદાવાદ શહેરમાં કર્ફ્યુ યથાવત રખાયો છે. અને ગુજરાત પોલીસનાં વડા શિવાનંદ ઝા દ્વારા પોલીસને કડક સૂચનાઓ અપાઈ છે કે કર્ફ્યુ ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરી લોકડાઉન નું ચોક્કસ રીતે પાલન કરાવાનું રહેશે. જેથી કરીને પોલીસ પોતાની કાર્યવાહી કરે છે. પરંતુ વાડજ વિસ્તારમાં બનેલી ઘટનામાં જે રીતે પીઆઈ રાઠવાની રાજકીય દબાણથી બદલી કરવામાં આવી છે તેના લીધે ગુજરાત પોલીસનું મોરલ ડાઉન થઇ શકે છે.
અમદાવાદના વાડજ વિસ્તારમાં લુખ્ખા તત્વો માટે સિંહ અને વિસ્તારમાં લોકો માટે શાંતિ અને સુલેહ સાથે નિષવાર્થ સેવાની મિસાલ સાબિત થયેલ પીઆઇ રાઠવાની માત્ર કલાકો માં જ કલોલના સ્વામીની કરફ્યુ દરમ્યાન ગાડી રોકવા બદલ તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે જે ખરેખર ખૂબ નિંદનીય વાત કહેવાય. માત્ર ગાડી રોકવા બદલ પોતાની વગ દેખાડી એક ઉચ્ચ અધિકારીને એકદમ રાજકીય દબાણ લાવી બદલી કરવી પોલીસ દ્વારા પોતાની તટસ્થ જવાબદારી નિભાવતા આવા અધિકારીઓ માટે આવો ત્વરિત નિર્ણય લેવો ખરેખર શોભનીય ના કહેવાય. પી.આઇ રાઠવા એ વાડજ વિસ્તારનો ચાર્જ સાંભળતા જ દારૂના બુટલેગરો લુખ્ખા તત્વો સામે લાલ આંખ કરી વાર તહેવારે વિસ્તારમાં થતા બેફામ અનૈતિક કામોને રોકી શાંતિનો અદભુત માહોલ બનાવ્યો હતો.
કેટલાય લોકો તેમની બદલી થાય તેવું ઇચ્છતા હતા પરંતુ કામ બોલે જ તેવું જ કંઈક પી.આઇ રાઠવા દ્વારા કરી બતાવવામાં આવ્યું હતું એક તટસ્થ નિષવાર્થ નાનું હોય કે મોટું કાયદો સર્વે માટે એક જ સમાન છે તેને અનુસરી પુરા વાડજ વિસ્તારમાં શાંતિનું વાતાવરણ ઉભું કાર્યુ હતું.
આજે એકાએક રાજકીય વગ વાપરી તેમની બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. આવા હજુ કેટલા અધિકારીઓનો ભોગ લેવાશે તે તો હવે કાઈ કહી શકાય નહીં. તમામ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મીઓ માટે આ બનાવ કલંકરૂપ છે તેવું ચર્ચાઈ રહેલ છે.  પીઆઇ રાઠવાની કાર્યશેલીથી સૌ કોઈ વાકેફ જ છે એક સવાલ આમ સાચા કામ માં સાચા હોવા છતાં તેમની એકાએક બદલી કરી નાખવી શું યોગ્ય પગલું છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here