વડનગર : રૂ.1.51 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું

0
1

વડનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી સામાન્ય સભામાં રૂ.1.51 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. બજેટમાં ખેતી ક્ષેત્રે 15 ટકા, શિક્ષણક્ષેત્રે 5 ટકા અને સમાજ કલ્યાણ ક્ષેત્રે 7 ટકા રકમ ફાળવાઈ છે. ટીડીઓ એસ.પી. દુદખીયાએ જણાવ્યું કે, દરેક ગ્રામ પંચાયત આગળ શેડ બનાવી ચાર બાંકડા મુકવાનું આયોજન છે, જેથી કામ અર્થે આવતા અરજદારોને તડકે બેસી રહેવું ન પડે.

સભામાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરાઈ હતી. કારોબારી ચેરમેન તરીકે અશ્વિનભાઈ પટેલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કૈલાસબેન અમથાભાઈ પટેલની વરણી કરાઈ હતી. પ્રમુખે ચૂંટાયેલા સદસ્યોને ટકોર કરતાં કહ્યું કે, પ્રજાએ આપણને તાલુકાનો વહીવટ કરવા માટે મોકલ્યા છે. સારો વહીવટ કરીશું તો આપણે લોકોની આશાઓ સંતોષી શકીશું. ગામડાઓમાં સ્વચ્છતાને પ્રાધાન્ય અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here