વડોદરા : દેવ સ્વરૂપ સ્વામી સહિત અટલાદરા મંદિરના 11 સંતોએ કોરોનાની રસી મૂકાવી

0
3

હાલ કોરોના રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે વડોદરામાં કોરોના રસીકરણ અભિયાન હેઠળ 60 વર્ષ થી વધુ ઉંમરના લોકોને કોવીડ ની રસી આપવાનું ચાલુ કરવામાં આવ્યું. તે પછી અટલાદરા બી. એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરના ઉપરોક્ત વય જૂથના 11 વરિષ્ઠ સંતોએ કોરોનાની રસી લેવાની પ્રેરક પહેલ કરીને આ રસી સલામત છે અને સહુ એ લેવી અનિવાર્ય છે એવો સંદેશ આપ્યો છે.

સંતોએ વેક્સિનેશન સેન્ટર પર પહોંચીને રસી મૂકાવી હતી.
સંતોએ વેક્સિનેશન સેન્ટર પર પહોંચીને રસી મૂકાવી હતી.

વયોવૃદ્ધ સ્વામીએ રસી મૂકાવી
આ સંતોની આગેવાની વયોવૃદ્ધ સંત દેવ સ્વરૂપ સ્વામી તથા વડીલ સંત રાજેશ્વર સ્વામી એ લીધી હતી.આ તમામ સંતો હાલમાં પણ સ્વસ્થ અને ધર્મ પ્રવૃત્તિમાં પહેલા જેટલાં જ સક્રિય છે. સંસ્થા ના મોવડી મંડળમાં અગ્રગણ્ય છે તેવા પૂ.ડોકટર સ્વામીએ સહુ ને રસી લેવાની પ્રેરણા આપતો પ્રેરક સંદેશ આપ્યો છે.

સંતોએ રસી મૂકાવીને લોકોને પણ રસી લેવા હાકલ કરી હતી.
સંતોએ રસી મૂકાવીને લોકોને પણ રસી લેવા હાકલ કરી હતી.

રસી લેવા અનુરોધ કર્યો
સ્વામીએ સહુને અનુરોધ કરતાં તેમણે જણાવ્યું કે સરકારે રસી આપવાની ખૂબ વ્યાપક વ્યવસ્થા કરી છે.અમે સંતો એ પણ રસી લીધી છે.ત્યારે દરેક વ્યક્તિએ તક મળે રસી લઈ લેવી જોઈએ. અને રસી લીધાં પહેલાં કે પછી,કોરોના અટકાવતા તમામ નિયમોનું શિસ્તપૂર્વક પાલન કરવું એ જ સલામતી અને આ રોગ સામે બચાવ નો શ્રેષ્ઠ ઉપાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here