વડોદરા : મહંત સ્વામીએ સભામાં 3 હજાર રાજકારણી, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓને આશિર્વચન આપ્યા

0
12

વડોદરાઃ અટલાદરા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં હાલ મહંત સ્વામીજીની ઉપસ્થિતિમાં દિવ્ય સત્સંગ વર્ષા હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત બુધવારે સાંજે મહંત સ્વામીજીએ સભામાં વડોદરાના રાજકારણીઓ, અધિકારીઓ, અને ઉધોગપતિઓ મળીને 3 હજાર જેટલા વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ લોકોને આત્મસ્વરૂપ સ્વામીએ મહંત સ્વામી મહારાજ દ્વારા દેશ વિદેશમાં થયેલા સંસ્કૃતિ વર્ધનના કાર્યો અંગે જણાવ્યું હતું. ત્યારબાદ મહંત સ્વામીએ તમામ લોકોને ધંધામાં પ્રગતિ થાય તેવી પ્રાર્થના સહ આશીર્વાદ પાઠવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, આગામી 26 જૂલાઈના રોજ મહંત સ્વામીની ઉપસ્થિતિમાં યુવા દિનની ઉજવણી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here