Wednesday, September 28, 2022
Homeગુજરાતવડોદરા : છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા

વડોદરા : છેલ્લા 36 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા

- Advertisement -

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં નવા 17 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,00,479 પર પહોંચી ગઇ છે. વધુ 6 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 99,934 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 544 પર પહોંચ્યો છે.

વડોદરા શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 37 થઈ છે. હાલમાં હોસ્પિટલોમાં 17 દર્દી દાખલ છે. જે પૈકી 1 દર્દી ઓક્સિજન અને 1 દર્દી વેન્ટિલેટર પર છે. હાલ શહેરમાં 32 લોકો ક્વોરન્ટીન છે. વડોદરામાં અકોટા, બાપોદ, છાણી, દિવાળીપુરા, ફતેપુરા, ગોરવા, ગોત્રી, હરણી, પાણીગેટ, સમા અને તાંદલજા વિસ્તારમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 2, પશ્ચિમ ઝોનમાં 10, ઉત્તર ઝોનમાં 5 અને દક્ષિણ ઝોનમાં 0 કેસ નોંધાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular