વડોદરા / બે વર્ષથી દુષિત અને જીવાતવાળા પાણીની સમસ્યાથી લોકો પરેશાન, CM ઓનલાઇનમાં ફરિયાદ કરી છતાં પરિણામ મળ્યું નથી

0
22

વડોદરાઃ વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી નૂતન ભારત સોસાયટી અને વડીવાડીમાં દુષિત પાણી મુદ્દે સ્થાનિક લોકો લડત ચલાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી ડ્રેનેજ મિશ્રિત પાણી અને લાલ જીવાતવાળુ પાણી આવતુ હોવા છતાં પાલિકા દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

પાણી મુદ્દે લોકોમાં તંત્ર સામે રોષ
વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં છેલ્લા આઠ મહિનાથી દૂષિત પાણીનો પ્રશ્ન ઉભો થયો છે, પરંતુ વડોદરાના અલકાપુરી વિસ્તારમાં તો છેલ્લા 2 વર્ષથી દુષિત પાણી આવે છે. અલકાપુરી વિસ્તારમાં આવેલી નૂતન ભારત સોસાયટીના રહીશોએ અનેક વખત પાલિકામાં રજૂઆતો કરી છે, તેમ છતાં તેમની સમસ્યાનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી. દુષિત પાણી મુદ્દે સ્થાનિક લોકોએ ફેબ્રુઆરી મહિનામાં સીએમ ઓનલાઇનમાં પણ રજૂઆત કરી હતી. સીએમ ઓનલાઇમાં રજૂઆત કર્યાં બાદ પાલિકા હરકતમાં આવ્યું હતું અને પાણીનો ઉકેલ શોધવા પ્રયત્ન કર્યાં હતા. બેથી ત્રણ દિવસ સુધી નૂતન ભારત સોસાયટી અને વડીવાડીમાં સારૂ પાણી મળ્યું હતું. પરંતુ પછી ફરીથી ગંદુ પાણી આવવા લાગ્યું હતું. જેથી દુષિત પાણીથી કંટાળેલા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

પાલિકા દ્વારા ઘણી વખત સેમ્પલ લેવાયા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા નૂતન ભારત સોસાયટીમાં ઘણી વખત પાણીના સેમ્પલ લેવાયા હતા. પરંતુ પાલિકા પાણી પીવાલાયક અને વાપરવા લાયક હોવાની વાત કરે છે, પરંતુ કોઇ કાયમી ઉકેલ હજુ સુધી મળ્યો નથી. જેથી નૂતન ભારત સોસાયટી અને વડીવાડી વિસ્તારમાં રહેતા 4થી 5 હજાર લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવી રહ્યો છે.

પાણી અને ડ્રેનેજ લાઇન બદલવાની જરૂર છે
નૂતન ભારત સોસાયટીમાં રહીશ મનસુખભાઇ રૈયાણીએ જણાવ્યું હતું કે, વડીવાડી વિસ્તારમાં ગંદુ પાણી પીને રોગાચાળો ફાટી નીકળે છે. પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇન વર્ષો જુની છે. જેથી તેને બદલવાની જરૂર છે. તેમ છતાં લાઇનો બદલવાની કોઇ કાર્યવાહી કરાતી નથી. વેરો ભરવામાં થોડુ મોડુ થાય તો પેનલ્ટી લાગી જાય છે પરંતુ સારૂ પાણી આપવામાં પાલિકા નિષ્ફળ ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here