વડોદરા : ૧ કરોડની કિમતના હાથીદાંતની તસ્કરી કરનાર ઝડપાયો

0
13

અંદાજીત એક કરોડની કિંમતના હાથી દાંત વેચવા નીકળેલો શખ્સણે વડોદરા વન વિભાગની ટીમે ઝડપી પાડ્યો છે. તેની પાસેથી આફ્રિકાન હાથીના બે દાંત મળી આવ્યા છે. વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યૂરોએ વન વિભાગને સાથે રાખી જસાપુરા વિસ્તારના મકાનમાંથી ડમી ગ્રાહક મોકલીને આરોપીને ઝડપી લીધો હતો.

વન વિભાગના વાઈલ્ડ લાઈફ ક્રાઈમ બ્યૂરોને માહિતી મળી હતી કે, વડોદરામાં એક શખ્સ હાથી દાંત વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેને પગલે વનવિભાગે છટકુ ગોઠવી આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

વન વિભાગના અધિકારીઓએ ગ્રાહકનો સ્વાંગ રચીને આરોપીને પકડી પાડ્યો હતો. વનવિભાગે છટકુ ગોઠવીને વિનાયક પુરોહિત નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. વનવિભાગની ટીમ, જીપીએસસી સહિતની ટીમોના 10 જેટલા સભ્યોએ રેડ પાડી હતી. જેમાં અન્ય એક વિનુ દરબાર નામનો શખ્સ ભાગી ગયો હતો. અને વનવિભાગે વિનાયક પુરોહિતની આકરી પૂછપરછ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here