વડોદરા : 20 વર્ષની યુવતી 3 દિવસથી ગુમ હતી, તળાવમાંથી તાડપત્રીમાં બાંધેલી મળી લાશ

0
36

વડોદરા : જિલ્લાનાં પાદરા તાલુકાનાં ચાણસદ ગામની 20 વર્ષની યુવતી ખુશ્બુ ત્રણ દિવસથી ગુમ હતી. તેની લાશ નવીનગરી પાસે આવેલા તળાવમાં તાડપત્રીમાં વીંટાળેલ હાલત મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે હાવ પાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે, ચાણસદ ગામમાં રહેતી 20 વર્ષની ખુશ્બુ મહારાજા સયાજી રાવ યુનિવર્સીટીનાં કોમર્સનાં ત્રીજા વર્ષની વિદ્યાર્થીની હતી. તે ત્રણ દિવસથી ગુમ હતી જે બાદ તેની લાશ ચાણસદ ગામનાં નવીનગરી પાસે આવેલ તળાવમાં તાડપત્રીમાં વિંટાળેલ હાલત મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ ખુશ્બુની હત્યા થઇ હોવાનું માની રહી છે. પાદરા પોલીસ સહીત વડોદરા LCB પણ તપાસમાં જોડાઈ છે. સ્થાનિકોનાં જણાવ્યાં પ્રમાણે ચાણસદમાં રહીને વડોદરા એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ખુશ્બૂ ઘણીજ મળતાવડા સ્વભાવની હતી.

સ્થાનિક પોલીસે ખુશ્બુનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યાં બાદ કઈ રીતે ખુશ્બુનું મોત નીપજ્યું છે તેની વિગતો બહાર આવશે. રાત્રે પાદરા પોલીસ અને એલસીબી ઘટના સ્થળે પોહંચી તપાસ હાથ ધરી હતી. તળાવમાં તાડપત્રીથી વિંટાળેલ પાણીમાં તરતો કોથળો પોલીસે બહાર કાઢતા ખુશ્બુનો હોવાનો બહાર આવ્યું હતું. ખુશ્બુ સાથે કોઈ શારીરિક જબરજસ્તી તો નથી થઇ તે માટેની તપાસ પણ પોલીસ કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે મૃતક ખુશ્બુનાં પિતા નથી. માતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેમની સાથે જ ખુશ્બુ રહેતી હતી. ખુશ્બુની મોટી બહેને પ્રેમ લગ્ન કર્યા છે. વિદ્યાર્થીનિની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. ત્યારે પાદરા પોલીસ સ્ટેશન હદની આ ઘટનામાં જયારે પોલીસ અધિકારી એસ કરમુરને યુવતી વિશે પૂછ્યું તો, ‘પોલીસ અધિકારીને આ અંગે ખબર નથી કે ખુશ્બૂ કેટલા દિવસથી ગુમ હતી.’ જોકે, ખુશ્બુનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યા અંગેનાં વધુ ખુલાશા થવાની શક્યતા જોવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here