Thursday, March 28, 2024
Homeશિનોર : મોટા ફોફળીયાથી આરોગ્ય ક્ષેત્રે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપની શરૂઆત થઈ
Array

શિનોર : મોટા ફોફળીયાથી આરોગ્ય ક્ષેત્રે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપની શરૂઆત થઈ

- Advertisement -

શિનોર: આરોગ્યના ક્ષેત્રમાં સરકાર અને સેવા સંસ્થા સાથે મળીને સરકારી દવાખાનાનું સંચાલન કરે એવો પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપનો કદાચિત દેશમાં પ્રથમ પ્રયોગ મોટા ફોફળીયા ગામે સી.એ. પટેલ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે 1996માં શરૂ થયો અને એ આજે પણ સફળતાપૂર્વક રજત જયંતી તરફ આગળ વધી રહ્યો છે. અશોકભાઇએ વાત કરતા કહ્યું કે, મોટા ફોફળીયાનું આ દવાખાનું આરોગ્ય ક્ષેત્રે અનેક રીતે અનોખું છે. રાજ્ય સરકાર અને પબ્લિક પાર્ટનરશિપનું શ્રેષ્ઠ ઉદાહરણ અને દર્દીઓના દર્દને ચપટીભરમાં દૂર કરી આપે એવી સુવિધાઓ અને શાંતિ પણ ઉપલબ્ધ છે. શહેરીકક્ષાએ હોય તેવી આરોગ્ય સુવિધાઓ આ સાવ નાનકડા મોટા ફોફળીયાના આ મોટા દવાખાનામાં છે.

આ સરકારી દવાખાના માટે ભવ્ય અને સુવિધા સંપન્ન ઇમારત શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટે બનાવી અને આજે પણ તેનું મેઇન્ટેનન્સ ટ્રસ્ટ પોતાના ભંડોળમાંથી કરે છે. રાજ્ય સરકારે આ દવાખાનામાં એક અધિક્ષક, ત્રણ મેડિકલ ઓફિસર સહિત પેરા મેડિકલ સ્ટાફની નિયુક્તિ કરી છે. તેમનો પગાર સરકાર ચૂકવે છે. સરકારી ધારાધોરણો પ્રમાણેના સાધનો-સુવિધા સરકાર આપે છે. એ સિવાયની જરૂરી તમામ વ્યવસ્થાઓ સંચાલક ટ્રસ્ટ કરે છે. અહીં કોર્પોરેટ હોસ્પિટલ જેવો લૂક જોવા મળે છે.

અદ્યતન અને ચેપ સામે સંરક્ષિત મોડ્યુલર ઓપરેશન થિયેટર, આઇસીયુ, એનઆઇસીયુ, કાંગારૂ મધર કેર સેન્ટર, ડિજીટલ એકસ-રે સહિત ઘણી બધી ઓનલાઇન વ્યવસ્થાઓ સ્વખર્ચે કરીને ટ્રસ્ટે કોપોર્રેટ સેવાઓને ગામડામાં ઉપલબ્ધ કરાવી છે. આ વિસ્તારમાં સર્પદંશના બનાવો અવારનવાર બને છે એટલે ઝેરના મારણ જેવી એન્ટીવેનમ દવાઓ અહીં હમેંશા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં આવે છે. મુખ્યત્વે ખેતી જેમનો વ્યવસાય છે તેવા મોટા ફોફળીયા અને આજુબાજુના ગામના ખેડૂતોને સાપ કરડે તેવા સમયે તેને તાત્કાલિક દવા સુશ્રુષા કરીને તેમના જીવ બચાવી લેવામાં આવે છે. વિઝિટિંગ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સની સેવાઓની પણ વ્યવસ્થા સંચાલક સંસ્થાએ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular