વડોદરા : પૂર્વ વિસ્તારમાં પાણીના પ્રશ્ને શિવસેનાના કાર્યકરોએ વોર્ડ ઓફિસને તાળા માર્યાં, પાણીના બદલે પક્ષના સૂત્રોચ્ચાર કર્યાં

0
14

વડોદરા: છેલ્લા 8 માસથી શહેરના પૂર્વ વિસ્તારમાં વિકટ બનેલી પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં ધરાર નિષ્ફળ ગયેલી પાલિકા સામે પૂર્વ વિસ્તારમાં લોકોનો ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે શિવસેના દ્વારા વોર્ડ નંબર-9ની ઓફિસને તાળા મારી શુદ્ધ અને પુરતા પ્રેશરથી પાણી આપવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. નોંધનીય છે કે, પ્રજાનો પાણીનો પ્રશ્ન લઇને વોર્ડ ઓફિસને તાળા મારનાર શિવસેના દ્વારા પાણી અંગેના સૂત્રોચ્ચારો કરવાને બદલે પોતાના સંગઠનના પ્રચાર માટેના સૂત્રોચ્ચારો વધુ કર્યા હતા.

અનેક વખત રજૂઆત છતાં ચોખ્ખુ પાણી મળતુ નથી
શિવસેનાના પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 8 માસથી દુષિત આવી રહ્યું છે. અને જે વિસ્તારમાં શુદ્ધ પાણી મળી રહ્યું છે, ત્યાં પુરતા પ્રેશરથી પાણી મળી રહ્યું નથી. પૂર્વ વિસ્તારના લોકોને રોજ ટેન્કરો મંગાવીને પાણી લેવાની ફરજ પડી રહી છે. સ્થાનિક કાઉન્સિલર્સ, વોર્ડ ઓફિસ તેમજ પાલિકાના સત્તાવાળાઓને પૂર્વ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ પૂર્વ વિસ્તારનો પાણીનો પ્રશ્ન હલ કરવામાં પાલિકા ધરાર નિષ્ફળ પુરવાર થઇ છે.

ઉગ્ર આંદોલનની ચીમકી
વધુમાં જણાવ્યું કે, અનેક રજૂઆતો પછી પણ પૂર્વ વિસ્તારના પાણીનો પ્રશ્ન હલ ન થતાં આજે શિવસેના દ્વારા વોર્ડ નંબર-9ની ઓફિસને તાળાબંધી કરવામાં આવી હતી. અને કોર્પોરેશન વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જો વહેલીતકે પૂર્વ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જેથી પૂર્વ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ કરવા માટે અમારી માંગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here