વડોદરા : નારેશ્વરના અવધૂત આશ્રમમાં 23 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું, 100 બેડની સુવિધા

0
5

વડોદરા પાસે નારેશ્વરના અવધૂત આશ્રમમાં 23 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આશ્રમમાં 100 બેડની સુવિધા ઉભી કરવામાં આવશે. ભક્તો માટે નહીં પણ દર્દીઓ માટે આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે. અવધૂત આશ્રમના ટ્રસ્ટી યોગેશ વ્યાસે જણાવ્યું હતું કે, હાલ ઓક્સિજનની સુવિધાથી સજ્જ 23 બેડ તૈયાર કરાયા છે, જેને વધારીને 100 બેડ સુધી લઇ જવામાં આવશે.

30 પોલીસ જવાનો સંક્રમિત થયા

વડોદરા જિલ્લા પોલીસ તંત્રના 30 પોલીસ જવાનો કોરોના સંક્રમિત થયા છે. તમામ પોલીસ જવાનો હોમ ક્વોરન્ટીન થયા છે. વડોદરા તંત્રને કોરોના સામેની લડાઇ માટે ગત રાત્રે વધુ 10 વેન્ટિલેટર મળ્યાં છે. જેને એક જ રાતમાં કાર્યરત કરવામાં આવ્યા હતા. આઈસીયુના 100 બેડ યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવ્યા હતા. હવે સમરસ હોસ્ટેલની કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં કુલ 30 વેન્ટિલેટર છે. આ ઉપરાંત વડોદરા જિલ્લા પોલીસ તંત્રના 30 પોલીસ જવાનો કોરોના સંક્રમિત થયા છે. તમામ પોલીસ જવાનો હોમ ક્વોરન્ટીન છે.

50 ઓક્સિજન કન્સન્ટ્રેટર જિલ્લાના કોવિડ સારવાર માટે અપાયા

વડોદરા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સંકલનથી જિલ્લામાં તાલુકા સ્તરે સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કલેક્ટરે કોવિડ સારવારમાં ખૂબ ઉપયોગી 50 ઓક્સિજન કન્સન્ટ્રેટર જિલ્લાના કોવિડ સારવાર આપતાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય સરકારી કોવિડ કેન્દ્રો ખાતે ઓક્સિજન બેક અપ માટે કરેલ છે.

અવધૂત આશ્રમમાં 23 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે

અવધૂત આશ્રમમાં 23 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે

કોરોના સામે લડતા દર્દીઓને ઓક્સિજન પૂરું પાડવામાં મદદરૂપ થશે

ઓક્સિજન કન્સન્ટ્રેટર એ સિલિન્ડર વગર દર્દીને ઓછી માત્રામાં તાત્કાલિક ઓક્સિજન પૂરો પાડી શકે એવું તબીબી સાધન છે. આ મેડિકલ ડિવાઈઝ હવામાંથી ઓક્સિજન લઇને કરીને તેને શુદ્ધ કરીને દર્દીને ઓક્સિજન પૂરો પાડીને SpO2નું સ્તર વધારીને શ્વાસની તકલીફમાં રાહત આપી શકે છે, જ્યારે દર્દીને ઓછી માત્રામાં ઓક્સિજનની જરૂર હોય, ત્યારે 5 લિટર જેટલી માત્રા સુધી આ સાધન ઉપયોગી બને છે. એના માટે કોઈ ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડતી નથી કે, રિફિલિંગ કરવું પડતું નથી. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા 50 ઓક્સિજન કન્સન્ટ્રેટરનો જથ્થો મેળવામાં આવ્યો છે, જે કોરોના સામે લડી રહેલા દર્દીઓને તાત્કાલિક ધોરણે ઓક્સિજન પૂરું પાડવામાં મદદરૂપ થશે.

ઓક્સિજન કન્સન્ટ્રેટર એ સિલિન્ડર વગર દર્દીને ઓછી માત્રામાં તાત્કાલિક ઓક્સિજન પૂરો પાડી શકે એવું તબીબી સાધન છે

ઓક્સિજન કન્સન્ટ્રેટર એ સિલિન્ડર વગર દર્દીને ઓછી માત્રામાં તાત્કાલિક ઓક્સિજન પૂરો પાડી શકે એવું તબીબી સાધન છે

પોઝિટિવ કેસનો કુલ આંક 37,436 ઉપર પહોંચ્યો

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 37,436 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 302 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 31,480 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 5654 એક્ટિવ કેસ પૈકી 344 દર્દી ઓક્સિજન ઉપર અને 235 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 5075 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 10,933 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 37,436 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 5702, પશ્ચિમ ઝોનમાં 6682, ઉત્તર ઝોનમાં 7233, દક્ષિણ ઝોનમાં 6850, વડોદરા ગ્રામ્યમાં 10,933 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

બુધવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા

શહેરઃ- છાણી, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામિલ, દંતેશ્વર, વડસર, મકરપુરા, તરસાલી, અકોટા, ગોત્રી, ગોરવા, બાપોદ, આજવા રોડ, વાઘોડિયા રોડ, નવાબજાર, પાણીગેટ, કિશનવાડી, રામદેવનગર, સવાદ, વારસીયા, ફતેપુરા, કારેલીબાગ, હાથીખાના, નવાયાર્ડ, એકતાનગર, અટલાદરા, દિવાળીપુરા, અલકાપુરી

ગ્રામ્યઃ- રણોલી, ઉંડેરા, વાઘોડિયા, વેમાલી, મહાપુરા, સેવાસી, ભાયલી, બાજવા, ડભોઇ, વરણામા, ઇટોલા, શિનોર, દુમાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here