વડોદરા : દાન માંગવાના નામે ઘરમાં ઘૂસીને મહિલા પાસેથી 1.17 લાખના દાગીનાની લૂંટ, આરોપી ઝડપાયો

0
18

વડોદરાઃ વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર રહેતી એક મહિલાના ઘરમાં હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને જમાડવા માટે ડોનેશનના નામે ઘરમાં ઘૂસી જઇ મહિલાની સાડા ત્રણ તોલા વજનની સોનાના બે નંગ પાટલા લૂંટી જનાર ટોળકીના લાલો ધુળાભાઇ મારવાડી (રહે. લાલપુરા, નવાયાર્ડ)ની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગણતરીના કલાકોમા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
પોલીસે લૂંટારુ પાસેથી રૂપિયા 1,17,900ની કિંમતના સોનાના 2 નંગ પાટલા કબજે કર્યા છે. આ સાથે પોલીસે લાલા મારવાડીના અન્ય ફરાર સાગરીતોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં લાલા મારવાડી અને તેના સાગરીતો શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારી હોસ્પિટલમાં ગરીબોને જમાડવા માટે ડોનેશન લેવાના બહાને જતા હતા. અને જે ઘરમાં એકલી મહિલાઓ જણાઇ આવે તે મહિલાઓને લૂંટી લેતા હતા. જેમાં ગોત્રીની મહિલા લૂંટનો ભોગ બનતા તેઓએ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં લૂંટારુની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here