Saturday, April 20, 2024
Homeવડોદરા : હોસ્પિટલોમાં 25 ટકા બેડ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે અનામત...
Array

વડોદરા : હોસ્પિટલોમાં 25 ટકા બેડ ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે અનામત રાખવામાં આવે

- Advertisement -

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ખૂબજ વણસી ગઈ છે. ત્યારે વડોદરામાં ખાનગી હોસ્પિટલોના ભાવનો અમલ અગાઉની જેમ કરવામાં આવે તો દર્દીઓને આર્થિક રીતે ફાયદો થાય તેમ છે. તે ઉપરાંત શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં 25 ટકા બેડ ગરીબ અને મધ્યમવર્ગ માટે અનામત રાખવામાં આવે તેવી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

સરકાર ઈન્જેક્શનની અછતને પુરી કરે
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં શાસક પક્ષ કોરોનાની મહામારી સામે શહેરની પરિસ્થિતિ સંભાળવામાં નિષ્ફળ નીવડ્યો છે. આ નિષ્ફળતાને કારણે સામાન જનતા તેનો ભોગ બની છે. એવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. પત્રકારેને કોંગ્રેસે જણાવ્યું હતું કે સરકાર દ્વારા માત્ર ક્રિટિકલ દર્દીઓને રેમડેસિવિર ઇજેકશન આપવામાં આવે એવું સૂચન ડોક્ટરને કરવામાં આવે છે. તેના બદલે ડૉક્ટરોને જ નકકી કરવા દેવામાં આવે કે કયા દર્દીને આ ઈન્જેક્શનની જરૂર છે. સરકાર હાલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની ઉભી થયેલી અછતને તાત્કાલિક પુરી કરે.

સરકારી હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવે
રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારી રોકવા માટે દર્દીને જે ઈન્જેક્શન અપાયું હોય તેની ખાલી બોટલ અમદાવાદ શહેરમાં જમા લઈને બીજુ ઈન્જેક્શન આપવામાં આવે છે તો વડોદરા શહેરમાં પણ તેનું પાલન કરવામાં આવે. જેથી મેડીકલ માફિયાઓની ની કાળાબજારી બંધ કરી શકાય. દર્દીનું મનોબળ મજબૂત થાય તે માટે કોરોના સેન્ટરમાં ટીવી મૂકી ધાર્મિક, તેમજ માનસિક શાંતિ મળે તેવા કાર્યક્રમો બતાવવામાં આવે. સરકારી હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવે તેમજ અન્ય ખાલી પડેલી સરકારી ઈમારતો, કોલેજની હોસ્ટેલો અને સરકારી સ્કૂલો જેવી જગ્યાએ કોરીડ સેન્ટર ખોલવામાં આવે અને તેનું સંચાલન એન.જી.ઓ દ્વારા કરવામાં આવે જેથી જનતાને ઓછા ખર્ચે સારી સારવાર મળી શકે.

કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના બિલ માફ કરવામાં આવે
કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓના ખાનગી હોસ્પિટલના બિલ માફ કરવામાં આવે. આર્થિક મંદીને કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પાસે પૈસાની અછત હોય છે. ઘણા સમયથી કેશલેસ ઈન્સ્યોરન્સ બંધ કરી દેવામાં આવ્યો છે તેને ફરીથી શરૂ કરવામાં આવે. જેથી સામાન્ય માણસ કેશલેસ સુવિધાથી સારવાર લઈ શકે. મા-કાર્ડને કોવિડની સારવારમાં માન્યતા આપવામાં આવે. જેથી કોવિડની મહામારીમાં પ્રજાના હિતમાં સરકારે નિર્ણય લીધો છે તે સાબિત થાય. કોરોના વોરિયર્સને જો કોરોના થાય તો તેની સારવાર સંપૂર્ણ પણે મફતમાં થવી જોઈએ અને જે બિલ થાય તે સરકાર દ્વારા ચૂકવવામાં આવવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular