Saturday, April 20, 2024
Homeવડોદરા : એલેમ્બિક ફાર્મા જૂથના 112માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે એલેમ્બિક કેમ્પસમાં સાયકલ...
Array

વડોદરા : એલેમ્બિક ફાર્મા જૂથના 112માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે એલેમ્બિક કેમ્પસમાં સાયકલ શેરીંગ સર્વિસનો પ્રારંભ

- Advertisement -

વડોદરાઃ એલેબ્મિક ફાર્મા જૂથે આજે 112માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જે નિમિત્તે એલેમ્બિક જૂથ દ્વારા 3 મુખ્ય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં એલેમ્બિક દ્વારા આ વર્ષે 5 હજાર નવા વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કર્યો છે. તો બીજી તરફ વડોદરાની વિવિધ સંસ્થાઓની સાથે મળીને એલેમ્બિક જૂથ દ્વારા આજે 12,112 લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, અક્ષયપાત્ર ફાઉન્ડેશન, સરકારી હોસ્પિટલ સહીતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એલેમ્બિક જૂથ દ્વારા આજે વડોદરા કેમ્પસ ખાતે સાયકલ શેરીંગ સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેનું ઉદ્ઘાટન એલેમ્બિક ફાર્માના મેનેજીંગ ડાયરેક્ટર પ્રણવ અમીન દ્વારા કરવામાં આવ્યું હતું.

કર્મચારીઓમાં સ્વાસ્થય પ્રત્યેની જાગૃતી વધશે.
વડોદરામાં પ્રથમવાર એલેમ્બિક કોર્પોરેટ કેમ્પસમાં આ પ્રકારની સાયકલ શેરીંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદની માય બાઈકના સહયોગથી એલેમ્બિક કેમ્પસમાં 3 જેટલા સાયકલ પોઈન્ટ ઉભા કરવામાં આવશે. અને કેમ્પસમાં તથા નજીકમાં આવેલી એલેમ્બિક ઓફિસમાં જવા માટે હવેથી એલેમ્બિકના તમામ કર્મચારીઓ આ સાયકલનો ઉપયોગ કરશે. જેને કારણે નજીકમાં જવા માટે વપરાતા પેટ્રોલ-ડીઝલના વાહનોનો વપરાશ નહીવત થઇ જશે. આ સાયકલ શેરીંગ માટે એક ખાસ એપ થકી કર્મચારીઓ પોતાની સાયકલ બુક કરી શકશે. અને કેમ્પસમાં આવેલા ત્રણ સ્ટેશન પૈકી કોઈપણ સ્ટેશન પર કામ પૂરું કર્યા બાદ તેઓ સાયકલ સુપ્રત કરી શકે છે. આસાયકલ શેરીંગ ને કારણે કર્મચારીઓમાં સ્વાસ્થય પ્રત્યેની જાગૃતતા વધશે.

5 હજાર જેટલા વૃક્ષો વાવીને ઉજવણી કરી
આ ઉપરાંત ઉજવણીના ભાગરૂપે આજે વડોદરા સ્થિત એલેમ્બિક કેમ્પસ અને પાનેલાવ, કરખડી અને જરોદ ખાતે આવેલા એલેમ્બિક પ્લાન્ટ ખાતે આશરે 5 હજાર જેટલા વૃક્ષો વાવીને ઉજવણી કરવામાં આવી હતી. હાલ વડોદરા કેમ્પસ ખાતે 9500 જેટલા વૃક્ષો છે, જે પૈકી અનેક વૃક્ષો 60 વર્ષથી વધુ જુના છે. ગત વર્ષે 111 વર્ષ નિમિતે વડોદરા કેમ્પસ ખાતે 1,111 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું , જ્યારે આ વખતે માત્ર કેમ્પસ કે પ્લાન્ટ પર જ નહી, પરંતુ કંપનીના કર્મચારીઓ પણ પોતાના ઘરમાં ઉગાડી શકે તેવા વૃક્ષો વાવવાની ઉત્સુકતા બતાવતા એલેમ્બિક દ્વારા કર્મચારીઓ માટે પપૈયા, જામફળ, લીંબુ તથા મીઠા લીમડાના રોપા મંગાવવામાં આવ્યા છે. જેનું વાવેતર કર્મચારીઓ પોતાના ઘરે કે સોસાયટીઓમાં કરી શકશે.

12,112 લોકોને ભોજન કરાવવામાં આવ્યું
વડોદરાની વિવિધ સંસ્થાઓ, શાળાના બાળકો સહિત કુલ 12,112 લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ માટે વડોદરાની વિવિધ સામાજિક સંસ્થાઓને પણ સાથે રાખી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે દરેક સ્થળે એલેમ્બિકના કર્મચારીઓ પોતે પહોંચ્યા હતા અને લોકોને આગ્રહ પૂર્વક જમાડ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular