Friday, March 29, 2024
Homeવડોદરા : બકરા ભરીને જઇ રહેલી ટ્રકના ચાલકને માર મારીને 7 હજારનો...
Array

વડોદરા : બકરા ભરીને જઇ રહેલી ટ્રકના ચાલકને માર મારીને 7 હજારનો તોડ કરનાર 3 આરોપીને પાસા હેઠળ જેલમાં ધકેલી દેવાયા

- Advertisement -

વડોદરાઃ અમદાવાદથી બકરાં લઇને જઇ રહેલા ટ્રક ચાલક અને તેમના સાથીદારોને ઇન્ટેલિજન્સ હ્યુમન રાઇટ્સના આઇકાર્ડ બતાવી માર મારીને તોડ કરતા 3 આરોપીઓને વડોદરા પોલીસે પાસા હેઠળ ભાવનગર, ભૂજ અને રાજકોટ જેલમાં મોકલી આપ્યા છે. આ બનાવ અંગે ટ્રકના માલિક અને કાર્યકરો વચ્ચે ટ્રક છોડવા અને નાણાંની લેવડ-દેવડ બાબતે થયેલી વાતચિતનો ઓડિયો પણ વાયરલ થયો હતો. આ ત્રિપુટીએ આ ટ્રક ચાલકનો તોડ કરતા પૂર્વે દુમાડ પાસે પણ એક ટ્રકને રોકીને રૂપિયા 7 હજારનો તોડ કર્યો હોવાની વિગતો પણ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી.


70 બકરાં લઇને મુંબઈ જઇ રહ્યા હતાં
પાટણ જિલ્લાના સિદ્ધપુરનો રહેવાસી શાકીર કાસમ સિંધી અમદાવાદથી 70 જેટલા બકરાં ભરીને મુંબઇ જઇ રહ્યો હતો. દરમિયાન વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર કપુરાઇ બ્રિજ નજીક તેઓની ટ્રકને કારમાં આવેલા 3 વ્યક્તિઓએ રોકી હતી. અને ટ્રક ચાલકને જણાવ્યું કે, અમે ઇન્ટેલિજન્સ હ્યુમન રાઇટ્સના કાર્યકરો છે. બકરાં ક્યાં લઇ જાવ છો. તેમ જણાવી માર માર્યો હતો. ટ્રક ચાલક શાકીરે ટ્રક રોકનાર કાર્યકરોને શેઠને વાત કરી લેવા માટે જણાવી શેઠને ફોન કર્યો હતો.
20 હજાર રૂપિયાની માંગણી કરી હતી
ટ્રક ચાલકે ફરિયાદમાં જણાવ્યું છે કે, ટ્રક રોકનાર ત્રણ વ્યક્તિઓએ રૂપિયા 20 હજારની માંગણી કરી હતી. પરંતુ, શેઠે માત્ર રૂપિયા 5 હજાર આપવાનું જણાવતા, તેઓ રોષે ભરાયા હતા. અને પુનઃ માર માર્યો હતો. દરમિયાન જીવદયા કાર્યકરો નેહા પટેલ, વિહા ભરવાડ, પ્રકાશભાઇ જૈન, રાજીવ શાહ અને અભિષેક યાદવ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને આ બનાવની જાણ પોલીસ કંટ્રઓલને કરતા બાપોદ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે ટ્રક ચાલકને રોકી તોડ કરવાનો પ્રયાસ કરનાર ઇન્ટેલિજન્સ હ્યુમન રાઇટ્સના અમદાવાદના રહેવાસી 3 કાર્યકરો અંકિત બલદેવ રાણા, સામોલ અશરફ અને મનિષ અશ્વિન કોસ્ટીની ધરપકડ બાદ પાસા કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular