વડોદરા : 3 માસ દરમિયાન હયાતીની ખાતરી નહીં થાય તો સપ્ટેમ્બર-2020થી પેન્શન ચુકવણી બંધ થઇ જશે

0
10

વડોદરા. રાજ્ય સરકારના તમામ પેન્શનરોએ હયાતીની ખાતરી કરાવવાની રહે છે. વર્ષ-2020ના જૂન-જુલાઇ અને ઓગષ્ટ માસ એમ 3 માસ દરમિયાન હયાતીની ખાતરી નહીં થાય તો સપ્ટેમ્બર-2020થી પેન્શન ચુકવણી બંધ થઇ જશે.

બેંકમાં હયાતીના ફોર્મમાં સહી કરીને હયાતીની ખાત્રી કરાવવી અને પેન્શન આવકનું પ્રમાણપત્ર મેળવી લેવુ

પેન્શન ચૂકવતી કચેરી, વડોદરા દ્વારા પેન્શન મેળવતા પેન્શનરોના હયાતીના ફોર્મ તથા આવકના પ્રમાણપત્રો જે-તે બેંકમાં મોકલવામાં આવ્યા છે. જે બેંકમાં પેન્શનનું એકાઉન્ટ ધરાવતા હોય તે બેંકમાં હયાતીના ફોર્મમાં સહી કરીને હયાતીની ખાત્રી કરાવવી અને પેન્શન આવકના પ્રમાણપત્ર મેળવી લેવા કચેરી દ્વારા જણાવાયું છે. બેંકને મોકલવામાં આવેલી યાદીમાં નામ હયાતીના ફોર્મ નહીં હોવાના સંજોગોમાં ઓગષ્ટ માસના છેલ્લા સપ્તાહમાં પેન્શન ચુકવણા કચેરી, વડોદરા ખાતે રૂબરૂ આવી હયાતીની ખાત્રી કરાવવા વડોદરા જિલ્લા તિજોરી અધિકારી(પેન્શન)એ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here