પૂરની સ્થિતિ : વડોદરા શહેર વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી ગાંડીતૂર, ભયજનક સપાટી વટાવી

0
23

વડોદરા: શહેરમાં બુધવારે 20 ઇંચ વરસાદ પડતાં શહેરનું જનજીવન ઠપ થઇ ગયું છે. વિશ્વામિત્રી નદી ગાંડીતૂર થઈ છે અને ભયજનક સપાટી વટાવી દીધી છે. 20 ઇંચ વરસાદ ખાબકતા સ્માર્ટ સિટી જળબંબાકાર બની ગયું છે. બીજી તરફ આજવા જળાશયની સપાટી વહેલી સવારે 212.45 ફુટે પહોંચતાં તેમાંથી પાણી છોડાઈ રહ્યું હોવાથી આજે સવારથી શહેરમાં પુરની સ્થિતિ સર્જાય છે.
અડધુ શહેર પાણીમાં
ભારે વરસાદના કારણે ચાર દરવાજા, સુભાનપુરા, ગોત્રી, ન્યૂ વીઆઇપી રોડ, રાવપુરા, વાસણારોડ, સયાજીગંજ, અલકાપુરી, માંજલપુર, કારેલીબાગ, વાઘોડીયા રોડ સહિતના તમામ વિસ્તારોમાં પાણી પાણી છે. જ્યારે કલેક્ટરે લોકોને કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવા અને કોઇ રસ્તા પર પાણીનો ભરાવો લાગે તો પસાર નહીં થવા અપીલ કરી છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર આગામી ચોવીસ કલાકમાં હજી ભારે વરસાદની આગાહી છે.
આજવા સરોવરમાંથી પાણી છોડાયું
આજવા સરોવરમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે અને 62 દરવાજા ખોલવામાં આવ્યા છે, તેનું લેવલ 212.50 છે.જ્યારે વિશ્વામિત્રી નદીનું લેવલ 34 ફૂટ છે અને શહેરના તમામ 6 બ્રીજને બંધ કરી દેવાય છે. સાથે જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકોને બહાર જવા પર મનાઈ ફરમાવી છે. જ્યારે વડોદરાની તમામ સ્કૂલો અને કોલેજોને બંધ રાખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here