Friday, March 29, 2024
Homeજળતાંડવ : વિશ્વામિત્રીના રૌદ્ર સ્વરૂપે ઢાઢરને તોફાની બનાવી, જિલ્લામાં 1600નું સ્થળાંતર :...
Array

જળતાંડવ : વિશ્વામિત્રીના રૌદ્ર સ્વરૂપે ઢાઢરને તોફાની બનાવી, જિલ્લામાં 1600નું સ્થળાંતર : 2 ગામ વિખૂટા

- Advertisement -

કરજણઃ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં અવિરત પડી રહેલા વરસાદને લઈને તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદ થી કરજણ તાલુકામાં ઢાઢર રંગાઈ વિશ્વામિત્રી ભુખી દરેકમાં પુરા આવતા પૂરના પાણી અનેક વિસ્તારોમાં ઘુસી જવા પામ્યા હતા. જેમાં કંડારી ગામ નેશનલ હાઇવે પાસે આવેલ ગોચર વસાહતમાં પાણી ઘુસી જતા 603 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યારે માંગલેજ ગામે 31 લોકોનો સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ખેરડા ગામે ઢાઢર ના પાણી રોડ પર ફરી વળતા ખેરડા નો સંપર્ક કપાઈ જવા પામ્યો છે જ્યારે માંત્રોજ ગામે ભુખી નું પાણી ફરતા માંત્રોજ પણ સંપર્ક વિહોણું થઈ ગયું છે.

કરજણ નારેશ્વર રોડ પર કુરાલી પાસે ઝાડ પડતા વાહન વ્યવહારને અસર થઇ હતી. પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં કરજણ ના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ કરજણના મદદનીશ કલેકટર તેમજ તાલુકા વિકાસ અધિકારી મુલાકાત લીધી હતી. વડોદરા શહેરમાં 18 ઈંચ વરસાદથી ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે. ત્યારે વડોદરા જિલ્લાના અલગ અલગ તાલુકામાંથી 962 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં ઉડેરા ગામના તળાવના આસપાસ રહેતા ૨૦૦ લોકોન સલામત સ્થળે ખસેડાયા છે. તમામ લોકોને ગામની પ્રાથ. શાળામાં આશ્રય આપ્યો છે.

જિલ્લા કલેક્ટર કચેરીના જણાવ્યા અનુસાર સોખડા ગામના રામટેકરા વિસ્તારના ૨૦૦ લોકો,ભાયલી ગામના ગ્રાઉન્ડ વલ્ડ અને આંબેડકર ફળીયાના ૧૫૦ લોકો, કોટલી ગામના નવીનગરી વિસ્તારના ૧૫૦ લોકો,આ ઉપરાંત ૯૦ વેમાલીના ૧૨ વરણામાના ૭૦, ચાપડના ૭૦, દેણાના ૯૦ લોકો,તેમજ વિરોદ ગામના ૨૦ લોકોનું ગામની જ પ્રાથમિક શાળા સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સંખેડા તાલુકામાં છ ઇંચ
સંખેડા તાલુકામાં વિતેલા 24 કલાક દરમિયાન સાડા છ ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો પાણી પાણી થયા.લાછરસ ગામે આવેલું તળાવ ઓવરફ્લો થતા પાણીના ધસમસતા પ્રવાહે સરક્ષણ દિવાલ ધોઇ નાખી.ભુલવણ ગરનાળા 15 થી 17 ફૂટ પાણી ભરાયા. કંટેશ્વર ગામ સવારે પણ વિખુટા જેવી સ્થિતિમાં હતું.ગોલાગામડી ખાતે ઘૂંટણ ઘૂંટણ સમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા.વિવિધ સ્થળો વૃક્ષ પડવાના બનાવ બન્યા.ખેતરોમાં પણ પાણી ભરાયા.

લાછરસનું તળાવ ઓવરફ્લો થતાં દીવાલ ધોવાઇ
સંખેડા તાલુકામાં છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ 162 મી.મી.(સાડા છ ઇંચ) વરસાદ ખાબક્યો હતો. એક જ દિવસમાં પડેલા ભારે વરસાદને પગલે તાલુકાવાસીઓની હાલાકી વધી હતી. ખાસ કરીને સંખેડા તાલુકાનું કંટેશ્વર ગામ જે ઢાઢર નદીના કિનારે આવેલું છે. ઢાઢર નદીમાં પાણી આવી જવાના કારણે કોઝ વે ઉપર ચાર મીટર કરતા પણ વધારે પાણી ફરી વળ્યા હતા. ગામમાં આવવાના કસુંબિયા ગામ તરફના માર્ગે પણ કોતરમાં પાણી ભરાયા હતા. બીજી બાજુએ તાલુકાના લાછરસ ગામે આવેલું તળાવ ભારે વરસાદને કારણે પાણીથી છલોછલ ભરાતા વેસ્ટ વિયર પાસેથી છલકાઇને પાણીનો ધસમસતો પ્રવાહ વહેલી સવારથી શરૂ થયો હતો. જેને કારણે ગામના રસ્તા પાસેની સરક્ષણ દિવાલ ધરાશયી થઇ હતી.પાણી આગળ નાળા ઉપરથી વહેવા લાગતા થોડા સમય માટે ગામના તરફના રસ્તે અવર-જવર બંધ થઇ હતી. ગોલાગામડી પાસે તંત્રના અનગઢ વહીવટના કારણે દરવરસે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.આ વરસે પણ ગોલાગામડી પાસે ઘૂંટણ ઘૂંટણ પાણી ભરાયા હતા.જેના કારણે વાહનચાલકોને મુશેક્લી વેઠવાનો વારો આવ્યો હતો.

સંખેડા તાલુકાના ભુલવણ ગામે જવાના માર્ગે રેલ્વેના ગરનાળામાં 15 થી 17 ફૂટ જેટલું પાણી ભરાયું હતું.પાણી ભરાતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.ગામમાં કોઇ માંદુ હોય તો 108 પણ ના આવે અને ઉંચકીને પણ કેવી રીતે લઇ જવાએ મોટી સમસ્યા છે.અહિયા એક ડંકી મારફતે પાણી કઢાય છે.પણ આટલું પાણી જ્યાં સુધી નીકળે નહી ત્યાં સુધી ગ્રામજનોને હાલાકી વેઠવી પડશે.હાલમાં ગરનાળાની પાતળી દિવાલ ઉપરથી લોકો જીવના જોખમે અહિયા પસાર થવા મજબુર બનેલા છે.

જિલ્લામાં અવિરત મેઘ મહેર, સાવલીના 4 ગામ વિખુટા પડ્યાં
જિલ્લાભરમાં બુધવારની રાતથી શરૂ થયેલા વરસાદના તોફાની આક્રમણે જિલલાભરમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જિ દીધી છે. તો જિલ્લાના સવાલીમાં ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળતાંલોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જિલ્લાના માર્ગ પર પાણી ફરી વળતાં દરિયા જેવો માહોલ સર્જાયો હતો. જોકે દિવસભર ઝરમર અને ભારે વરસાદના પગલે સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતાં. જયારે મંજુસરના વારી વગામાં 12 પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતું.

પીલોલ, મોરાપુરા, દરજીપુરા સહિત ચાર ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં. દરમિયાન વડોદરા જિલ્લાના પાદરા અને ડભોઇ શહેર તાલેકામા઼ પણ ભારે વરસાદ નો઼ધાયો હતો. જેમાં કાયાવરોહણ તિર્થમાં પણ શ્રાવણના પ્રારંભે જ પાણી ભરાયા હતાં. જયારે શિનોર તાલુકામાં પણ ભારે વરસાદ નો઼ધાતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. શિનોરમાં પણ ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular