વડોદરા વરસાદી આફત, મૃતકોને અપાશે 4 લાખની સહાય,NDRFની 11 ટીમો કામે લાગી,દુધ-શાકભાજી માટે લાગી લાઇનો

0
28

વડોદરા,

રેકોર્ડબ્રેક ભારે વરસાદને કારણે સંસ્કારીનગરી વડોદરા બેટમાં ફેરવાઈ ગઈ છે. 24 કલાકમાં ખાબકેલાં 20ઈંચ વરસાદે સ્માર્ટ સિટીની પોલ ખોલી નાખી છે. શુક્રવારે સવારે 9 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી ૩૩ ફૂટ નોંધાઇ હતી. વડોદરા શહેરમાં પાણી ઉતરવા લાગ્યા છે. જોકે નીચાણવાળા અને કાંઠાના વિસ્તારમાં પાણી હજુ સુધી ઉતર્યાં નથી અને લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી.

વડોદરામાં શુક્રવારે સવારે દૂઘ લેવા માટે લાંબી લાંબી લાઇનો લોગી હતી. ગુરુવારે શહેરમાં પુરનાં કારણે 20 રૂપિયાની દૂધની થેલી 50 રૂપિયે વેચાઈ હતી. તેવી સ્થિતિ આજે પણ જોવા મળી હતી. આજે સવારથી વડોદરામાં લાંબી લાંબી લાઇનોમાં લોકો દૂધ લેવા માટે લાગેલા હતા. વડોદરામાં શાકભાજીના  ભાવ ડબલ થઇ ગયા છે.

આજે પોતાના જન્મદિવસે રાજકોટ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, વડોદરામાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, તે તમામને 3 દિવસની ધારાધોરણ મુજબ કેશડોલ ચૂકવવામાં આવશે. દિવાલ ધરાશાયીની ઘટનામાં જે લોકો 4 મૃત્યુ પામ્યા છે, તેમને રૂપિયા 4-4 લાખની સહાય આપવામાં આવશે. તેમજ જે લોકોની ઘરવખરી તણાઈ છે તેમને ધારાધોરણ મુજબ સહાય આપવામાં આવશે.

વડોદરામાં સર્જાયેલી પરિસ્થિતિ માટે NDRFના વધુ 138 જવાનો બચાવ કામગીરી માટે વડોદરા પહોંચી ગયા છે. 10000 કિલો સામાન સાથે વડોદરા એરપોર્ટ પર અડધી રાતે એનડીઆરએફની ટીમ પૂણેથી વડોદરા પહોંચી છે.વડોદરામાં આજે NDRFની 11 ટીમો વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરશે. આ માટે પૂણેથી ખાસ 5 ટીમો બોલાવાઈ છે.

એનડીઆરએફની ટીમે સમા હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓનું રેસક્યું કર્યું હતું.હોસ્પિટલમાંથી દર્દીઓને બોટ દ્રારા બહાર કાઢવામાં આવ્યા હતા.

વડોદરામાં પૂર જેવી સ્થિતિને પગલે તંત્ર દ્વારા ગુરુવારે શાળા-કોલેજામાં રજા જાહેર કરી હતી. પણ ગુરુવારે પણ વડોદરાની પરિસ્થિતિ બદલાવ ન આવતાં તંત્ર દ્વારા શુક્રવારે પણ શાળા-કોલેજામાં રજા જાહેર કરી છે. એટલું જ નહીં પણ સરકારી ઓફિસોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

આર્મી અને એનડીઆરએફની ટીમ દ્વારા પાંચ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો પૂરને કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બનતાં 1,25,000 ફૂડ પેકેટ્‌સનું વિતરણ કરવામાં આવ્યું છે. 19 સ્થળો પર સ્થળાંતર કરાયેલાં લોકોને આશરો આપવામાં આવ્યો છે.

આ સ્થળો પર પ્રાથમિક સારવારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.વડોદરામાં આર્મીની ૨ ટીમ દ્ગારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તો પાણીને કારણે ઈન્દ્રપુરી, સરદાર એસ્ટેટ,  કારેલીબાગ,  માંડવી, પાણીગેટ, દાંડિયા બજાર, રાવપૂર ટાવર, હરિનગર, ગોત્રી અને સમા વિસ્તારનાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરામાં ભારે વરસાદને કારણે વીજ સુવિધાને અસર પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here