Friday, April 26, 2024
Homeમેઘ કહેર : વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ અડધું વડોદરા...
Array

મેઘ કહેર : વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ અડધું વડોદરા પાણીમાં, સુરતમાં પણ પાણી ભરાયાં

- Advertisement -

વડોદરા: રાજ્યમાં શુક્રવારે પણ રાજકોટ, સુરત, નવસારી, વલસાડ, મહેસાણા, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો.બુધવારે વડોદરામાં વરસેલા 20ઈંચ વરસાદ બાદ મેઘરાજે આરામ લીધો હતો હતો પણ વરસાદ પડયાના 48 કલાક બાદ પણ વડોદરાના અનેક વિસ્તારમાં પાણી ઓસરતા નથી. જ્યારે સુરતમાં પણ દિવસ દરમિયાન વરસાદ ચાલુ રહ્યો હતો, નવસારીમાં કેલિયા ડેમની સપાટી વધી હતી જેના લીધે આસપાસના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

હજુ સુધી શહેરમાં પાણી ભરાયા હોવાના દ્રશ્ય જોવા મળ્યા 
વડોદરામાં બુધવારે 20 ઈંચ વરસાદ ખાબક્યા બાદ મેઘરાજે આરામ લીધો હતો. અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી જનજીવન ઠપ થઈ ગયું હતુ.શુક્રવારે 48 કલાક થયા બાદ પણ હજુ સુધી શહેરમાં પાણી ભરાયા હોવાના દ્રશ્ય જોવા મળ્યા હતા. અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી નાગરીકો ફાયર અને એનડીઆરએફની ટીમ પાસે મદદ માંગતાં જોવા મળ્યા હતા.

વાંસદા: કેલિયા ડેમ 113.45 મીટરથી ઓવરફલો થયો
વાંસદાના કેલિયા ડેમ આજે બપોરે ત્રણ વાગે ઓવરફ્લો થયો હતો. જેને લઈ ડેમના હેઠળના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વાંસદા તથા ચીખલીના વિવિધ ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.

સુરત: રસ્તાઓ પર બે ફૂટ જેટલાં પાણી ભરાયાં
સુરતમાં શુક્રવારે પડેલા વરસાદને કારણે ચલથાણ બમરોલી રોડ પર બે ફુટ જેટલા પાણી ભરાયા હતા જેના લીધે ટ્રાફિક જામની સ્થિતી સર્જાઈ હતી

વલસાડ: તીથલ બીચમાં વરસાદી માહોલ વચ્ચે ભરતી
વલસાડમાં દિવસ દરમિયાન વરસાદ રહ્યો હતો. જ્યારે તીથલ બીચમાં વરસાદી માહોલ વચ્ચે ભરતી આવતા લોકો દરિયો જોવા એકઠાં થયાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular