Monday, October 25, 2021
Homeવડોદરા : રેલવે સ્ટેશન પર વીજ કંટ્રોલ પેનલમાં ધડાકા સાથે લાગેલી આગ...
Array

વડોદરા : રેલવે સ્ટેશન પર વીજ કંટ્રોલ પેનલમાં ધડાકા સાથે લાગેલી આગ કાબૂમાં, મુસાફરોમાં ગભરાટ ફેલાયો

વડોદરા: વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2,3 ઉપર વીજ કંટ્રોલ પેનલમાં આજે અચાનક જ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. આગ ફાટી નીકળતા પ્લેટફોર્મ પર બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે, આગ વધુ ઉગ્ર બને તે પહેલા જ આગને પર કાબૂ મેળવી લેવાયો હતો.

આગની ઘટનામાં કોઇ જાનહાની નહીં

 

 

રેલવેના પી.આ.ઓ. ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે, વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2,3 ઉપર વીજ કંટ્રોલ પેનલ છે. આ વીજ કંટ્રોલની પેનલમાં આજે વીજ પ્રવાહ વધી ગયો હતો. જેથી તેમાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે, આગની આ ઘટનામાં કારણે કોઇ જાનહાની થઇ નહોતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments