વડોદરા : પૂરને પગલે APMC આજે રાહત દરે શાકભાજીના સેન્ટર શરૂ કરશે

0
54

વડોદરાઃ વડોદરા શહેરમાં થયેલા ભારે વરસાદ અને વિશ્વામિત્રીમાં આવેલા પૂરના પગલે શહેરીજનોને રાહતદરે શાકભાજી વેચવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીએ આગળ આવ્યું છે. એ.પી.એમ.સી. દ્વારા શહેરના વિવિધ બે સ્થળોએ શાકભાજીના સેન્ટરો બપોરે 4 વાગ્યાથી શરૂ કરવામાં આવનાર છે.

બે સ્થળોએ આજે સેન્ટર શરૂ થશે
વડોદરા શહેરમાં પૂર આવતા કેટલાંક તકવાદીઓએ જીવન જરૂરી દૂધ, પાણી અને શાકભાજીના કાળા બજાર શરૂ કરી દીધા છે, ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા શહેરીજનોને રાહત દરે લીલા શાકભાજી મળે તે માટે શહેરના બે સ્થળો વાઘોડિયા રોડ પાણીની ટાંકી પાસે અને એરપોર્ટ સર્કલ પાસે બપોરે 4 વાગ્યાથી શાકભાજીના સેન્ટરો શરૂ કરવામાં આવશે.

ખેડૂતોને નુકસાન ન થાય અને સમિતિના સ્ટોરેજમાં શાકભાજીનો બગાડ ન થાય તે માટે નિર્ણય
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના ચેરમેન તરલાબહેન પટેલે જણાવ્યું હતું કે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં ખેડૂતો શાકભાજી લઇને આવે છે. પરંતુ, વેપારીઓ હાલ મળતા ન હોવાથી ખેડૂતોને નુકશાન જઇ રહ્યું છે. ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી દ્વારા ખેડૂતોને નુકસાન ન થાય અને સમિતિના સ્ટોરેજમાં શાકભાજીનો બગાડ ન થાય તે માટે લીલા શાકભાજી રાહત દરે શહેરીજનોને વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here