Friday, March 29, 2024
Homeવડોદરા : માનસિક અસ્વસ્થ યુવક વૃક્ષ પર ચઢી ગયો, બે કલાકની જહેમત...
Array

વડોદરા : માનસિક અસ્વસ્થ યુવક વૃક્ષ પર ચઢી ગયો, બે કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કર્યો

- Advertisement -

વડોદરા: વડોદરા શહેરના જેતલપુર ગરનાળા પાસે વડના વૃક્ષ પર માનસિક અસ્વસ્થ યુવક ચઢી ગયો હતો. યુવકને વૃક્ષ પરથી નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડની 3 ટીમો દ્વારા બે કલાક સુધી રેસ્ક્યૂની કામગીરી કરી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. હોસ્પિટલમાં દાખલ યુવક પૂરના પાણીથી બચવા અને તેની અંદર ભૂત આવી ગયું હોવાથી ઝાડ પર ચઢ્યો હોવાનું રટણ કરતો હતો.

ફાયર બ્રિગેડને બે કલાક સુધી યુવક હંફાવ્યું
વડોદરા શહેરના જેતલપુર ગરનાળા પાસે આજે સવારે 8:30 વાગ્યે એક યુવક વડના ઝાડ પર ચઢી ગયો હોવાનો કોલ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મળ્યો હતો. જેથી વડીવાડી, દાંડીયાબજાર અને જીઆઇડીસી ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં યુવકને ઝાડ પરથી નીચે ઉતારવા માટે ફાયર બ્રીગેડના લાશ્કરો ઝાડ પર ચઢ્યાં હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોને જોઇને યુવક ઝાડની એક ડાળ પરથી બીજી ડાળ પર કુદકા મારી લાશ્કરોને બે કલાક સુધી હંફાવ્યા હતો.

જમીન પર નેટ પાથરીને યુવકને રેસ્ક્યૂ કરાયો
આખરે ફાયર બ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક લેડરનો ઉપયોગ કરીને લાશ્કરો ઝાડ પર ચઢ્યા હતા અને યુવકને ઝાડ પર પકડીને તેની કમરમાં દોરડુ બાંધ્યું હતું અને બીજી તરફ જમીન પર નેટ પાથરી તેણે રેસ્ક્યૂ કરવામા આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular