Saturday, September 25, 2021
Homeવડોદરા : કંપનીમાં નેતૃત્વ કરતી 6 મહિલાએ 16 લાખ RT-PCR ટેસ્ટ કીટ...
Array

વડોદરા : કંપનીમાં નેતૃત્વ કરતી 6 મહિલાએ 16 લાખ RT-PCR ટેસ્ટ કીટ તૈયાર કરી

વર્ષોથી સમાજમાં આવતી અડચણોનો ઉપાય લાવવામાં મહિલાઓનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. રાણી લક્ષ્મીબાઈ હોય કે, રાણી અહલ્યા બાઈ, તેમણે પોતાના જીવના જોખમે સમાજની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયાસો કર્યાં છે. આ રીતે જ વડોદરા જિલ્લાની RT-PCR કીટનું ઉત્પાદન કરતી એકમાત્ર કોસેરા ડાઈગ્નોસીસ સંસ્થામાં ફરજ બજાવતી મહિલાઓએ કોરોનાના કપરા કાળમાં સમાજને RT-PCR કીટના નિર્માણ રૂપે સમાજને એક અગત્યની ભેટ આપી છે.

મહિલા કર્મચારીઓએ અત્યાર સુધી 16 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કીટનું નિર્માણ કર્યું
વડોદરા જિલ્લામાં કાર્યશીલ કોસેરા ડાઈગ્નોસીસમાં મહિલાઓ દ્વારા ઉત્તમ કામગીરી દર્શાવવામાં આવી છે. આ મહિલાઓ વિવિધ વિભાગોમાં અગ્રણી રહી RT-PCR ટેસ્ટ કીટનું મહત્તમ ઉત્પાદન અને પ્રમાણભૂતતાનું ધ્યાન રાખે છે. કોસેરા ડાઈગ્નોસીસની સિનિયર મેનેજર ડૉ. સ્વપ્નાલી કુલકર્ણીએ આપેલી વિગતો અનુસાર તકનિકી સેવાઓ, ગુણવત્તાની ખાતરી, ઉત્પાદન, ગુણવત્તા ચકાસણી તથા સંશોધન અને વિકાસ જેવા વિભાગોમાં અગ્રણી રહીને કોસેરાની મહિલા કર્મચારીઓએ અત્યાર સુધી 16 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કીટનું નિર્માણ કર્યું છે.

મહિલાઓના અનુભવ, કોઠાસૂઝ, કુશળતાના સમન્વયથી દર મહિને 3.5 લાખ કોરોના ટેસ્ટ કીટ બને છે
મહિલાઓના અનુભવ, કોઠાસૂઝ, કુશળતાના સમન્વયથી દર મહિને 3.5 લાખ કોરોના ટેસ્ટ કીટ બને છે

મહિલાઓએ કોરોનાના કપરા કાળમાં RT-PCRની કીટ બનાવવામાં ફાળો આપ્યો
ડૉ. ચૌલા શાસ્ત્રીના નેતૃત્વ હેઠળ કાર્યશીલ ડૉ. સ્વપ્નાલી કુલકર્ણી (સિનિયર મેનેજર ટેકનિકલ સર્વિસિસ), જુલી તહિલરામાની (કવાલિટી અસ્યુરન્સ), કેશા પરીખ (પ્રોડક્શન હેડ), કીર્તિ જોશી (ક્વોલિટી કંટ્રોલ ઓફિસર) તેમજ જુનીતા વર્મા અને જાનકી દલવાડી (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ)એ વડોદરા જિલ્લામાં કોરોનાના કપરા કાળમાં RT-PCRની કીટ બનાવવામાં ફાળો આપ્યો છે.

મહિલાઓએ RT-PCR કીટના ઉત્પાદનથી સમાજને મહત્વનું યોગદાન આપ્યું
વૈશ્વિક મહામારી વચ્ચે પરિવારમાં આવતી મુશ્કેલીઓને અવગણી દેશની સેવા માટે સમયની ચિંતા કર્યા વગર સતત તત્પર રહેતી આ મહિલાઓએ સમાજને RT-PCR કીટના ઉત્પાદન દ્વારા મહત્વનું યોગદાન આપ્યું છે.

મહિલાઓની કાર્યકુશળતા માટે જિલ્લા કલેક્ટરે આદર વ્યક્ત કર્યો
આ સ્ટાર્ટ અપ નારી તું નારાયણીનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે. આ કંપનીમાં 6 મહિલાઓના ઉચ્ચ શિક્ષણ,વ્યવસાયિક કુશળતા,નારી સહજ કોઠાસૂઝ અને સૂઝબૂઝ, અનુભવ અને ટીમ તરીકે કામ કરવાની ધગશના પરિણામે આ નવું સ્ટાર્ટ અપ હાલમાં ખૂબ જરૂર છે, ત્યારે મહિને 3.5 લાખ જેટલી કોરોના ટેસ્ટ માટે RT-PCR કીટ બનાવે છે અને ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોને પૂરી પાડે છે. આ મહિલાઓની કાર્યકુશળતા માટે ખુદ મહિલા જિલ્લા કલેક્ટરે ઊંચો આદર વ્યક્ત કર્યો છે.

કીટ બનાવવા માટે મહિલાઓ સાંજે મોડે સુધી રોકાઇને કામ કરે છે
આ લોકો આમ તો સવારના 9 થી સાંજના 5 સુધીના નિયમિત ઑફિસ ટાઈમમાં કામ કરે છે. પરંતુ, કીટની માંગ વધે ત્યારે તેને પહોંચી વળવા સવારે વહેલા આવીને કે, સાંજે મોડે સુધી રોકાઈને કામ કરવામાં કોઈને ખચકાટ થતો નથી. બધાં એક બીજાના કામમાં પૂરક બને છે. લોકડાઉન એકાદ દિવસને બાદ કરતાં આ એકમને આ મહિલાઓએ સતત રાખ્યું હતું. તે સમયે પરિવહનની વ્યવસ્થા કરી હતી, જેથી સહુ સરળતાથી આવી શકે. તેઓ સતત કોવિડથી બચવાની તમામ તકેદારીઓ લઈને કાર્યરત છે.

6 મહિલાઓએ કોરોનાના કપરા કાળમાં RT-PCRની કીટ બનાવવામાં ફાળો આપ્યો
6 મહિલાઓએ કોરોનાના કપરા કાળમાં RT-PCRની કીટ બનાવવામાં ફાળો આપ્યો

આ મહિલાઓ નારી તું નારાયણીની યુક્તિ સાર્થક કરી રહી છે
2 વર્ષથી અવિરત પણે દેશ સેવા માટે યોગદાન આપતી આ મહિલાઓ કોરોના સામે મજબૂત લડત આપી રહી છે અને નારી તું નારાયણીની યુક્તિ સાર્થક કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments