Wednesday, September 22, 2021
Homeવડોદરા : 606 કોરોનાગ્રસ્ત બાળકો હાલ સારવાર હેઠળ
Array

વડોદરા : 606 કોરોનાગ્રસ્ત બાળકો હાલ સારવાર હેઠળ

વડોદરા શહેર સહિત રાજ્યભરમાં કોરોનાના કેસનો આંક સતત વધી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થયાં છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં હાલ 606 બાળકો કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. છેલ્લા એક વર્ષ દરમિયાન 3192 બાળકો કોરોના સંક્રમિત થયાં છે, જે પૈકી મોટા ભાગનાં બાળકો કોરોનાની બીજી લહેરમાં સંક્રમિત થયાં છે.

છેલ્લા એક મહિનામાં કોરોનાના 14,273 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં એક મહિનાથી કોરોનાવાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. વડોદરામાં છેલ્લા એક વર્ષમાં કુલ 41,594 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 14,273 કેસ છેલ્લા એક મહિનામાં નોંધાયા છે. આમ, કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક પુરવાર થઇ રહી છે. કોરોનાની પ્રથમ લહેરમાં ખૂબ ઓછાં બાળકો સંક્રમિત થયાં હતાં. જોકે આ બીજી લહેરમાં મોટી સંખ્યામાં બાળકો કોરોનાગ્રસ્ત થઇ રહ્યાં છે.

2585 બાળકો કોરોનાને માત આપી ચૂક્યાં છે
વડોદરા શહેરમાં હાલ 0થી 20 વર્ષની ઉંમરના 606 દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન 3192 બાળકો કોરોના સંક્રમિત થયાં છે, જોકે તે પૈકી 2585 બાળકો કોરોનાને માત આપી ચૂક્યાં છે.

બાળકોનો મૃત્યુદર ખૂબ ઓછો
વડોદરા શહેર સહિત રાજ્યભરમાં કોરોનાથી બાળકોનો મૃત્યુદર ખૂબ જ ઓછો રહ્યો છે. વડોદરામાં છેલ્લા એક વર્ષમાં સંક્રમિત થયેલાં 3192 બાળકો પૈકી માત્ર એક જ બાળકીનું મોત થયું છે.

બાળકોમાં ન્યુમોનિયા, શરદી, તાવ, ઝાડા, ઊલટી જેવાં લક્ષણો જોવા મળે છે
વડોદરાની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના વડા ડો. શિલાબેન ઐયરે માતા-પિતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે હાલ કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં લઈને માતા-પિતાએ પણ પોતાનાં બાળકો માટે વિશેષ કાળજી રાખવાની જરૂર છે. માતા-પિતાએ પોતાનાં બાળકોને ભીડવાળી જગ્યામાં લઈ જવાં જોઈએ નહીં અને જરૂર જણાય ત્યાં તેમને પણ માસ્ક પહેરાવીને લઈ જવા, સાથે તેમણે ઉમેર્યું હતું કે શક્ય હોય ત્યાં સોશિયલ ડિસ્ટનનું પાલન કરવું જોઈએ. ખાસ કરીને કોરોના સંક્રમિત બાળકોમાં ન્યુમોનિયા, શરદી, તાવ, ઝાડા, ઊલટી જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments