Wednesday, September 28, 2022
Homeગુજરાતવડોદરા : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 61 કેસ નોંધાયા

વડોદરા : છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 61 કેસ નોંધાયા

- Advertisement -

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં ગત રોજ નવા 61 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 99,318 પર પહોંચી ગઇ છે. વધુ 96 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 98,322 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 488 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 56 દર્દી દાખલ છે. જે પૈકી 3 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 296 લોકો ક્વોરન્ટીન છે.

વડોદરામાં એકતાનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, દિવાળીપુરા, ફતેપુરા, ગાજરાવાડી, ગોરવા, ગોત્રી, હરણી, જેતલપુર, કિશનવાડી, મકરપુરા, માંજલપુર, નવાપુરા, નવાયાર્ડ, પાણીગેટ, રામદેવનગર, સમા, સુભાનપુરા, સુદામાપુરી, તાંદલજા અને ઉંડેરામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 10, પશ્ચિમ ઝોનમાં 30, ઉત્તર ઝોનમાં 12 અને દક્ષિણ ઝોનમાં 9 કેસ નોંધાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular