વડોદરા : 68 વર્ષના વૃદ્ધ દર્દી ઓક્સિજન સિલિન્ડર સાથે એમ્બ્યુલન્સમાં બેસી મતદાન મથકે પહોંચ્યા

0
4

વડોદરામાં 68 વર્ષના વૃદ્ધ દર્દી ઓક્સિજન સિલિન્ડર સાથે એમ્બ્યુલન્સમાં બેસીને વારસિયા રિંગ રોડ પર આવેલી આદર્શ પ્રાથમિક શાળામાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને મતદાન કર્યાં બાદ શહેરીજનોને મતદાન કરવા માટેની અપીલ કરી હતી, જોકે, તેઓને સમયસર વ્હીલ ચેર ન મળતા મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી. મતદાન મથકો ઉપર દર્દીઓ અને દિવ્યાંગો માટે વ્યવસ્થા કરવામાં આવી હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા હતા.

તંત્રની બેદરકારીના પગલે મત આપવા માટે પહોંચેલા દર્દીને મુશ્કેલી પડી

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાઇ રહ્યું છે. ચૂંટણી તંત્ર દ્વારા સબ સલામતના દાવા પોકારી તમામ આગોતરું આયોજન કરી નાખવામાં આવ્યું હોવાની ગુલબાંગો પોકારવામાં આવી હતી, પરંતુ, વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મતદાન મથક ઉપર તંત્રની બેદરકારીના પગલે મત આપવા માટે આવેલા દર્દીને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

વૃદ્ધ દર્દીને સમયસર વ્હીલ ચેર ન મળતા મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી

વૃદ્ધ દર્દીને સમયસર વ્હીલ ચેર ન મળતા મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી

દર્દીના પુત્રએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો

વડોદરાના 68 વર્ષીય દર્દી દિલીપભાઈ જોષીની છેલ્લા ઘણા સમયથી તબિયત નાદુરસ્ત હોવાથી સારવાર હેઠળ છે. ચૂંટણીમાં મતદાન કરવાની તેમની ઇચ્છા હોવાથી તેમને મતદાન મથક ખાતે એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર સાથે લાવવામાં આવ્યા હતા, ત્યારે મતદાન મથક ખાતે વ્હીલ ચેર પ્રવેશી ન શકતા દર્દીને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને તેમના પુત્ર તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ઋત્વિજ જોષીએ તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

68 વર્ષીય દર્દી દિલીપભાઈ જોષીએ સિલિન્ડર સાથે જઈને પણ મતદાન કર્યું હતું
68 વર્ષીય દર્દી દિલીપભાઈ જોષીએ સિલિન્ડર સાથે જઈને પણ મતદાન કર્યું હતું
68 વર્ષીય દર્દી દિલીપભાઈ જોષી
68 વર્ષીય દર્દી દિલીપભાઈ જોષી
મતદાન મથકો પર દર્દીઓ અને દિવ્યાંગો માટે વ્યવસ્થા કરી હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા
મતદાન મથકો પર દર્દીઓ અને દિવ્યાંગો માટે વ્યવસ્થા કરી હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here