વડોદરા : MS યુનિ.ની ચૂંટણીમાં પ્રચારના પોસ્ટર ફાડી નાંખતાં વિવાદ

0
29

વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 14 ઓગસ્ટના રોજ વિદ્યાર્થી સંઘની ચુંટણી માટે મતદાન થનાર છે.જુજ દિવસો બાકી રહેતા યુનિ.માં પોસ્ટર વોર ચાલુ થઇ હોવાનું દેખાઇ આવે છે.ગુરૂવારે મોડી રાત્રે એન.એસ.યુ.આઇ જુથનું પોસ્ટર ફાડતા મામલાની તપાસ માટે પોલીસને રજુઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચાલુ વર્ષની વિદ્યાર્થી સંઘની ચુંટણીમાં વરસાદને કારણે માહોલ ફિક્કો જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થી નેતાઓ સોશિયલ મિડીયા પર પ્રચાર માટે નિર્ભર બન્યા છે.ગુરૂવારે મોડી રાત્રે સયાજીગંજ વિસ્તારમાં ચુંટણી પ્રચારાર્થે લગાડવામાં આવેલ એન.એસ.યુ.આઇ.ના પોસ્ટર ફાટેલી હાલતમાં જોવા મળ્યા હતા.અન્ય જુથ દ્વારા પોસ્ટર ફાડવામાં આવ્યા હોવાના આક્ષેપ લગાડવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી પ્રમાણે, મામલાની તપાસ માટે સયાજીગંજ પોલીસ સ્ટેશને રજુઆત કરવામાં આવી છે.
સ્કુલ, કોલેજમાં ફોગિંગ કરાયું
31 જુલાઇના પૂર બાદ વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શહેરમાં આવેલ સ્કુલો, આંગણવાડી, હોસ્ટેલ તથા સરકારી સંસ્થાઓ અ્ને કોલેજોમાં ફોગીંગની કાર્યવાહી સઘન બનાવાઇ હતી. અત્યાર સુધી 178 શાળાઓ, 123- બાલવાડીઓ-આંગણવાડી, 12-હોસ્ટેલ, અર્ધ સરકારી સંસ્થા- 79, સોસાયટી-116 જગ્યાએ ફોગીંગની કામગીરી પુર્ણ કરી દીધી છે.જ્યારે 129- શાળા, 207-આંગણવાડી, 13- હોસ્ટેલ તથા અનેક સરકારી સંસ્થાઓ તથા સોસાયટીમાં ફોગીંગ બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here