વડોદરા : 45થી વધુ ઉંમરના 9535 લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

0
3
Mumbai: Dr TP Lahane, Director of Medical Education, being administered a dose of COVID-19 vaccine at a facility of JJ Hospital in Mumbai, Thursday, Feb. 18, 2021. (PTI Photo/Mitesh Bhuvad)(PTI02_18_2021_000209B)

કોરોનાના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન વડોદરા જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. વડોદરા જિલ્લા આરોગ્ય તંત્રે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીના માર્ગદર્શન હેઠળ રસીકરણને વેગવાન બનાવવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં બે દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા 45થી વધુ ઉંમરના નાગરિકોને કોરોના રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લામાં પ્રથમ દિવસે 45થી વધુ ઉંમરના 9535 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

વડોદરા જિલ્લામાં કુલ 1,36,143 નાગરિકોને કોરોનાની રસી મૂકાઇ
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 200થી વધુ કેન્દ્રો ખાતે કોરોનાની રસી આપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, તેમ જણાવતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાઓનો 60+ ઉંમરના વડીલો અને 45થી વધુ ઉંમરના નાગરિકો રસીકરણનો લાભ લઇ રહ્યા છે. તેમને ઉમેર્યું હતું કે, વડોદરા જિલ્લામાં અત્યાર સુધી 45થી વધુ ઉંમરના 34,796 જ્યારે 60 વર્ષ ઉપરના 1,01,347 સહિત કુલ 1,36,143 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લામાં અત્યાર સુધી 1,36,143 નાગરિકોએ કોરોનાની રસી મૂકાવી છે
વડોદરા જિલ્લામાં અત્યાર સુધી 1,36,143 નાગરિકોએ કોરોનાની રસી મૂકાવી છે

વ઼ડોદરા તાલુકામાં સૌથી વધુ 35530 નાગરિકોને રસી મૂકાઇ
ડો. જૈને વધુમાં જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં રસીકરણ ઝુંબેશ હેઠળ ડભોઇ તાલુકામાં 16568, ડેસરમાં 5916, કરજણમાં 14459, પાદરામાં 25620, સાવલીમાં 14402, શિનોરમાં 7187, વડોદરામાં 35530 અને વાઘોડિયા તાલુકામાં 16461 નાગરિકોને કોરોના આરોગ્ય રક્ષક રસી આપવામાં આવી છે.

લોકોમાં રસીકરણને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે
લોકોમાં રસીકરણને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે

આડઅસરની લગભગ કોઈ ઘટના નોંધાઈ નથી
રસી લેનારાઓને પાળવાની તકેદારીની સમજણ આપવાની સાથે તાવ કે શરીરના દુખાવા જેવી નાની-મોટી આડ અસર વર્તાય તો જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી આડઅસરની લગભગ કોઈ ઘટના નોંધાઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here