વડોદરા : ઘરે રમવા આવેલા 6 વર્ષના બાળક સાથે 70 વર્ષના વૃદ્ધે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું

0
4

વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારની સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધે તેની પાડોશમાં રહેતા 6 વર્ષના સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં ખળભળાટ મચી ગયો છે. બાળકે ઘેર આવીને પરિવારને વાત કરતાં પરિવારે જાણ કરતાં પોલીસે વૃદ્ધને ઝડપી લીધો હતો. વૃદ્ધે બાળકને મૂઢમાર મારીને જો કોઈને કહીશ તો તેની માતાને મારી નાખવાની ધમકી આપી હતી.

વૃદ્ધને બાળકને માર મારીને મારી નાખવાની ધમકી આપી
વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડની પોશ સોસાયટીમાં રહેતો 6 વર્ષનો બાળક ગત 27 માર્ચના રોજ બપોરે 1.30 વાગે તેના ઘર પાસે રહેતા ભૂપેન્દ્ર નામના 70 વર્ષના વૃદ્ધના ઘેર રમવા ગયો હતો. દરમિયાન વૃદ્ધે રમવા આવેલા બાળક સાથે એકલતાનો લાભ ઉઠાવી ધમકી આપીને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ત્યાર બાદ વૃદ્ધે બાળકની પીઠના ભાગે, હાથ-પગ તથા ગાલ પર ટપલીઓ મારી હતી તથા મૂઢમાર પણ માર્યો હતો. તેણે બાળકને જો આ વાતની કોઇને જાણ કરીશ તો તેની માતાને મારી નાખવાની પણ ધમકી આપી હતી.

બાળકે ઘરે આવીને પરિવારને જાણ કરી
બપોરના દોઢથી ત્રણ વાગ્યા સુધી બાળક સાથે દુષ્કૃત્ય કર્યા બાદ બાળકે તેના ઘેર જઇને પરિવારને જાણ કરી હતી. ઘટનાથી ચોંકી ઊઠેલા બાળકના પરિવારે પોલીસને જાણ કરીને વૃદ્ધ સામે ફરિયાદ નોંધાવી હતી, જેથી જેપી રોડ પોલીસે વૃદ્ધને ઝડપીને જેલહવાલે કર્યો હતો. જેપી રોડ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી.

વૃદ્ધની 30 વર્ષની પુત્રી 5 વર્ષથી યુરોપમાં કમ્પ્યુટરનો અભ્યાસ કરે છે
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વૃદ્ધની ઉંમર 70 વર્ષની છે અને તેને 30 વર્ષની પુત્રી પણ છે, જે છેલ્લાં 5 વર્ષથી યુરોપમાં કમ્પ્યુટરનો અભ્યાસ કરે છે. સુખીસંપન્ન પરિવારના વૃદ્ધ પાદરા પાસેની કંપનીમાં નોકરી કરતા હતા અને 15 વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા, જ્યારે તેમની પત્ની પણ આ જ કંપનીમાં નોકરી કરતાં હતાં. ઇલેક્ટ્રિશિયનનો અભ્યાસ કરીને 1971માં વૃદ્ધ તેમના મૂળ વતન કચ્છથી વડોદરા રહેવા આવ્યા હતા અને પાદરાની કંપનીમાં નોકરી કરતાં વડોદરામાં સ્થાયી થયા હતા. તેમના પરિવારમાં તમામ બહેનો અને ભાઇ મુંબઇમાં રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here