Saturday, April 20, 2024
Homeવડોદરા : પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી ટ્યુશન ક્લાસની ધો-12 સાયન્સની વિદ્યાર્થિની...
Array

વડોદરા : પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી ટ્યુશન ક્લાસની ધો-12 સાયન્સની વિદ્યાર્થિની પર વારંવાર દુષ્કર્મનો કેસ; 23 વર્ષની ઉંમરનો તફાવત હતો

- Advertisement -

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ટ્યુશન ક્લાસની ધો-12 સાયન્સની વિદ્યાર્થિનીને પેપર લીક કરાવીને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપીને વિવિધ શહેરની હોટલમાં દુષ્કર્મ આચરનાર શહેરની નામાંકિત સ્કૂલના શિક્ષક વિનુ કતારીયાને અદાલતે બળાત્કાર અને પોક્સોના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

બે વર્ષ પહેલા વિદ્યાર્થીનીએ શિક્ષક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી

શિક્ષણ વિભાગ દ્વારા વિનુ કાતરિયાની(રહે-સહજાનંદ ડુપ્લેક્સ, ચાણક્યનગરી પાછળ, કલાલી રોડ ,વડોદરા, મૂળ-રહે ગીર સોમનાથ) વર્ષ 2009માં ગોરવા રોડની અગ્રણી સ્કૂલમાં બાયોલોજી ટીચર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. બે વર્ષ અગાઉ તેની સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી, ત્યાર બાદ તેને શિક્ષક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

કોર્ટે નોંધ્યું કે, આરોપીને યોગ્ય સજા કરવામાં ન આવે તો સમાજમાં ખોટો સંદેશો જશે

ચુકાદો આપતા સમયે અદાલતે નોંધ્યું હતું કે, આરોપી શિક્ષક હોવાથી અને પત્ની તથા બે સંતાનોનો પિતા હોવા છતાં પોતાની પત્ની અને નાની દિકરીના ભવિષ્યની ચિંતા કર્યાં વિના વાસનામાં અંધ બની માત્ર પોતાની હવસ સંતોષવાના ભાગરૂપે સગીર વિદ્યાર્થિનીને શિક્ષણ આપવાના બદલે પોતાના શિક્ષક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને લાંબા સમય સુધી શારીરિક શોષણ અને બળાત્કાર કરી હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું છે. તે જોતા આરોપીઓનું કૃત્ય અત્યંત ગંભીર પ્રકારનું કૃત્ય છે આવા ગુનામાં આરોપીને યોગ્ય સજા કરવામાં ના આવે તો તેનાથી સમાજમાં ખોટો સંદેશો જશે.

શિક્ષકે વિદ્યાર્થિનીના અશ્લીલ ફોટા પાડીને વારંવાર બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યો

આરોપી અને ભોગ બનનાર વચ્ચે આશરે 23 વર્ષની ઉંમરનો તફાવત હતો. પોતે પત્ની અને બે સંતાનનો પિતા હોવા છતાં સગીરા સાથે બળાત્કાર કરીને વિડીયો ઉતારી અશ્લીલ ફોટા પાડીને વારંવાર બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ સમયે આરોપી પોતે ટ્યુશન ક્લાસનો શિક્ષક હતો. જેથી વિદ્યાર્થીની સંપૂર્ણપણે આરોપીના કંટ્રોલમાં હતી. જેથી આરોપી સહેલાઈથી તેને પોતાના વશમાં લઈ બળાત્કાર ગુજાર્યો હતો.

વિદ્યાર્થિની પીછો છોડાવવા માંગતી હોવા છતાં શિક્ષક સંબંધો રાખવા માટે ફરજ પાડતો હતો

શિક્ષક અને વિદ્યાર્થીનીના શારીરિક સંબંધોની જાણ વિદ્યાર્થીનીના માતા-પિતાને થયા બાદ વિધાર્થિનીએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને વોટ્સએપ એકાઉન્ટ ડીલીટ કરી નાખ્યું હતું અને આરોપીથી પીછો છોડાવવા માંગતી હતી, પરંતુ, આરોપીએ વિદ્યાર્થિનીની માતાના મોબાઈલ ઉપર વારંવાર મેસેજ કરી વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધો ચાલુ રાખવાની ફરજ પાડવામાં આવતો હોવાનું રેકોર્ડ પર આવ્યું. આરોપીને યોગ્ય સજા કરવામાં ન આવે તો આરોપીની વિકૃત માનસિકતા જોતા આરોપી જેલમુક્ત થયા બાદ ફરીથી શિક્ષણ આપવાના ઓથા હેઠળ અન્ય વિદ્યાર્થિનીઓનું પણ શારીરિક શોષણ કરી ફરીથી આ પ્રકારે ગુનો આચરે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

દોષિત શિક્ષક બાયોલોજીમાં એક્સપર્ટ શિક્ષક છે

વિનુ કાતરિયા બાયોલોજીમાં એક્સપર્ટ શિક્ષક છે. ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળે નવો અભ્યાસક્રમ અમલી બનાવ્યો હતો, જેનાં પગલે જૂના પુસ્તકો રદ્દ કરી નવા અભ્યાસક્રમ અનુસાર નવા પુસ્તકો તૈયાર કરાવાયા હતા. નવા પુસ્તકો તૈયાર કરવામાં રાજ્યભરમાંથી બાયલોજી વિષયના કુલ 12 સબ્જેક્ટ ટીચર્સની એક્સપર્ટ તરીકે મદદ લેવામાં આવી હતી. જેમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થિનીના પિતાએ ફાંસીની સજાની માંગ કરી હતી

વિદ્યાર્થિનીના પિતાએ માંગ કરી હતી કે, આ આરોપીને કડકમાં કડક સજા થવી જોઇએ. મારી દીકરીની જિંદગી તો બગાડી છે, અન્ય કોઇ દીકરી આનો ભોગ ન બને તે માટે ફાંસીની સજા થવી જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular