Wednesday, September 29, 2021
Homeવડોદરા : વિશ્વામિત્રી નદીનો સર્વે કરી ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાશે
Array

વડોદરા : વિશ્વામિત્રી નદીનો સર્વે કરી ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ માટે પાવાગઢથી ખંભાતના અખાત સુધી નદીનો સર્વે થશે. નદીની લંબાઈ માટે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ 4.82 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. વિશ્વામિત્રી પ્રોજેકટ માટે મુખ્યમંત્રી સમક્ષ ગાંધીનગર ખાતે તારીખ 20-12-2019ના રોજ પ્રેઝન્ટેશન રાખવામાં આવ્યું હતું .બેંગ્લોરના માસ્ટર સલાહકારનું રૂપિયા 4.82 કરોડનું ટેન્ડર મંજૂર કરવા સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે.

જેમાં સિંચાઇ વિભાગ દ્વારા રૂપિયા એક કરોડ, વુડા વિભાગ દ્વારા 2 કરોડ અને વડોદરા કોર્પોરેશન દ્વારા રૂપિયા 1.80 કરોડ ફાળો અપાશે. આ માટે સિંચાઇ વિભાગ અને વુડા વિભાગ સાથે કોર્પોરેશને પત્ર વ્યવહાર પણ કર્યો છે. આ સર્વેમાં લેન્ડ રેકોર્ડ ડીજીટલાઇઝેશન અને નદી હદ નિયત કરવાની કામગીરી થશે. હાલ અંડરગ્રાઉન્ડ અને ઓવર ગ્રાઉન્ડ સર્વિસ કેટલી છે તેનું ડેટા કલેક્ટ થશે. સોઇલ ઇન્વેસ્ટિગેશન સર્વે કરી તેનો રિપોર્ટ તૈયાર કરાશે. નદીમાં પૂર અને હાઇડ્રોલિક સર્વેની કામગીરી થશે, અને પુર શમન કરવા શું કરવું તેની કામગીરી પણ આવરી લેવાશે. નદીના પ્રવાહ નું શુદ્ધિકરણ અને પુનર્જીવન, નદી સંબંધિત પ્રદૂષણ નિયંત્રણ ની કામગીરી, વિશ્વામિત્રી પ્રોજેકટ માટે થનાર ખર્ચ, આવક અને નિભાવણીના ખર્ચનો અંદાજ તૈયાર કરશે. ઝૂંપડપટ્ટી પુનઃવસન માટે ઉપાય સુચવવામાં આવશે. સોલર એનર્જી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વૃક્ષારોપણ ને લગતી કામગીરી દર્શાવશે. પરામર્શ પ્રોજેક્ટ રિપોર્ટ, સૂચિત અને અંતિમ પ્રોજેક્ટ રિપોર્ટ, વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ અને અંદાજ તૈયાર કરવા ઉપરાંત પર્યાવરણીય અસર મૂલ્યાંકન અને પર્યાવરણીય મંજૂરી તથા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરીની પણ કામગીરી આવરી લેવાશે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા રિવર એક્શન પ્લાનનું અમલીકરણ કરવા પણ કહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments