વડોદરા : મોલમાં માસ્ક વિના ઝડપાયેલા પરિવારે પોલીસ સાથે બોલાચાલી કરી

0
0

ગોરવા રોડ પર મોલમાં માસ્ક વિના ઝડપાયેલા પરિવારે પોલીસ સાથે બોલાચાલી કરી ધક્કામુક્કી કરી હતી. પોલીસ લૂંટારું છે અને દંડ લેવો હોય તો ઘરે આવજો, તેમ કહેતાં પોલીસે 3 મહિલા સહિત ચારની અટકાયત કરી હતી.

યુવકે કહ્યું – તમે લોકોને હેરાન કરવા આવો છો
ગોરવા રોડ પર આવેલા મોલમાં પોલીસે ચેકિંગ કરતાં એક વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોવાથી દંડની પાવતી લેવા જણાવ્યું હતું. જેથી તેણે પોલીસ સાથે બોલાચાલી કરી હતી. તેણે પોલીસને નાણાં નહીં હોવાનું જણાવી, તમે લૂંટારુ છો અને લોકોને હેરાન કરવા આવો છો, કહ્યું હતું. પોલીસે તેનું નામ પૂછતાં તે આજવા રોડ અમરદીપ ટાઉનશિપમાં રહેતો હાર્દિક વિજય ઠક્કર હોવાનું જણાવ્યું હતું.

પોલીસે 4ની અટકાયત કરી
પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાશે, તેમ જણાવતાં ત્યાં હાજર વૈભવીબેન મેહુલ ઠક્કર, હીનાબેન વિજય ઠક્કર અને પ્રિયાબેન મનીષ ઠક્કરે વચ્ચે આવી પોલીસ સાથે બોલાચાલી કરી હતી. મહિલાઓએ પોલીસને કહ્યું કે, તમે પબ્લિકને લૂંટો છો અને દંડ લેવો હોય તો ઘરે આવી જજો. મહિલાઓ સાથે બોલાચાલીના કારણે પોલીસે શી ટીમની મદદ લીધી હતી. ત્યાં પોલીસ વાનમાં બેસાડવા જતાં હાર્દિક ઠક્કર વાનમાં બેઠો નહતો અને ધક્કામુક્કી કરી હતી. ગોરવા પોલીસે 3 મહિલા સહિત હાર્દિક ઠક્કર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here