Thursday, August 5, 2021
No menu items!
Homeવડોદરા : પાણીગેટ વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ મચી
Array

વડોદરા : પાણીગેટ વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ મચી

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં અજબડી મીલ પાસે આવેલા ઠેકરનાથ સ્મશાન નજીકની ઝૂપડપટ્ટીના એક ઝૂપડામાં આજે સવારે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આ બનાવમાં ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઇ હતી.

ઠેકરનાથ સ્મશાન પાસે ઝૂપડામાં અચાનક આગ ફાટી નીકળી હતી

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી અજબડી મીલ નજીકના ઠેકરનાથ સ્મશાન પાસે આવેલ ઝૂપડપટ્ટીના એક ઝૂપડામાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેને પગલે પાણીગેટ ફાયર બ્રિગેડમાં જાણ કરાતા એક ઝૂંપડામાં લાગેલી આગ કદાચ સમગ્ર ઝુપડપટ્ટીને લપેટમાં લે તેવી શક્યતાને આધારે પાણીગેટ ફાયર સ્ટેશનના 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે રવાના કરાયા હતા.

ટીવી સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ

ટીવી સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ

ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં કાબૂમાં લઇ લીધી

પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનોએ ઘટના સ્થળે પહોંચી ઝૂંપડામાં લાગેલી આગને ગણતરીની મિનિટોમાં કાબૂમાં લઇ લીધી હતી. જોકે આગને કાબૂમાં લેવાય તે પૂર્વે ઝૂંપડામાં રહેલી તિજોરી તથા ટીવી સહિતની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. જેમાં અંદાજે ત્રણથી ચાર લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી.

શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

આગનો આ બનાવ કઈ રીતે બન્યો તેની ચોક્કસ માહિતી નથી, પરંતુ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. જો ફાયર બ્રિગેડ સમયસર પહોચ્યું ન હોત તો અનેક ઝૂંપડા આગની લપેટમાં આવી ગયા હોત. આગ લાગતા જ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. સ્થાનિક લોકોની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

સદનસીબે ઝૂંપડામાં લાગેલી આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી
સદનસીબે ઝૂંપડામાં લાગેલી આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી
સ્થાનિક લોકોની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી
સ્થાનિક લોકોની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments