વડોદરા : બાળક લેવા આવતા પતિએ ચાકુના ઘા ઝીંક્યા

0
1

લોકો ને રોગની ચુંગાલમાંથી બચાવવા માટે ઝઝૂમતી મહિલા હેલ્થ વર્કર પોતાના પરિવાર સામે પરાસ્ત થઈ ગઈ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. લોહીલુહાણ હાલતમાં ફસડાયેલી હેલ્થ વર્કરે પોતાની સારવાર માટે પોલીસની મદદ લેવી પડી હતી.

વડોદરા અટલાદરા વિસ્તારમાં બનેલા બનાવની વિગત એવી છે કે, મહિલા હેલ્થ વર્કર પર છેલ્લા કેટલાક સમયથી પતિ અને સાસરિયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ મહિલા હેલ્થ વર્કર લોકોનો જીવ બચાવવા માટે સતત હોસ્પિટલમાં કામ કરતી હતી. પરંતુ ઘેર પહોંચતાં જ તેના પર શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારવામાં આવતો હતો.

બિલ્ડીંગ રીપેરીંગ અને બાંધકામનું છૂટક કામ કરતો પતિ મહિલા નો પગાર હડપ કરી લેતો હતો અને હાથ ખર્ચી માટે પણ મહિલાએ પતિ પાસે હાથ ફેલાવો પડે તેવી સ્થિતિ હતી. હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન મહિલાના પિતાએ સોનાની વીંટી અને કપડા આપતા તે પણ પતિને પસંદ પડ્યા ન હતા અને ખૂબ ઓછું આપ્યું હોય તેમ લાગ્યું હતું.

ઘરમાં નજીવી તકરાર બાદ મહિલાને માર મારીને કાઢી મુકવામાં આવતા તે બાળકને લેવા કાલે પતિ પાસે ગઇ હતી. પરંતુ આ વખતે પતિ અને સાસરિયાઓએ ફરી મારઝૂડ કરી હતી તેમજ પતિએ ચાકુના ઘા ઝીંકતા મહિલા લોહીલુહાણ હાલતમાં ફસડાઇ પડી હતી.

આખરે મહિલાએ અભયમ ને કોલ કરતા મહિલા પોલીસ સાથે અભયમની ટીમ પહોંચી હતી અને મહિલાને તાત્કાલિક સારવાર માટે મોકલી પોલીસ ફરિયાદ કરવાની તજવીજ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here