Thursday, September 23, 2021
Homeવડોદરા : લગ્નમાં મોટી સંખ્યામાં લોકો નાચ્યા, વીડિયો વાઈરલ થતાં વરરાજા સહિત...
Array

વડોદરા : લગ્નમાં મોટી સંખ્યામાં લોકો નાચ્યા, વીડિયો વાઈરલ થતાં વરરાજા સહિત 10 સામે ફરિયાદ

રાજ્યભરમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપના નેતાના પુત્રના લગ્ન પ્રસંગ પહેલા સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે નાચતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો વાઇરલ થયો છે.

વરરાજા સહિત 10 સામે રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વીડિયો વાઇરલ થયાં બાદ કોરોનાની તમામ ગાઈડલાઈન નેવે મૂકી પુત્રના લગ્નમાં જનમેદની એકઠી કરતા ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તેમના પુત્ર, ગોર મહારાજ, ડીજે માલિક, સહિત કુલ 10 વ્યક્તિ સામે રાજગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે કોરોના ગાઈડલાઈન અને લગ્ન પ્રસંગ બાબતના જાહેરનામના ભંગ બદલ ફરિયાદ નોંધી છે ને 10 આરોપી પૈકી 8ની અટકાયત કરીને કોવિડ ટેસ્ટ માટેની પણ કાર્યવાહી હાથ ધરી છે.

ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સામે ગુનો નોંધાયો
રાજગઢ પોલીસે ઘોઘંબાના ઝોઝ ગામમાં રહેતા ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપના નેતા છેલુભાઇ ગલુભાઇ રાઠવા, તેમના પુત્ર અને વરરાજા અનિલ છેલુભાઇ રાઠવા, નારુભાઇ ગલુભાઇ રાઠવા, પ્રતાપભાઇ નજરુભાઇ રાઠવા, રાકેશભાઇ હરસિંગભાઇ રાઠવા(વોટર સ્પલાયર), વિપુલભાઇ કેસુભાઇ રાઠવા(મંડળવાળો), અરવિંદભાઇ બારલાભાઇ રાઠવા(ડી.જે.વાળો), ગોવિંદભાઇ મનુભાઇ રાઠવા(ગોર મહારાજ) અને હીરાભાઇ ગોરધનભાઇ રાઠવા(રસોઇયા) સામે ગુનો નોંધ્યો છે.

ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપના નેતા છેલુભાઇ ગલુભાઇ રાઠવા
ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપના નેતા છેલુભાઇ ગલુભાઇ રાઠવા

પોલીસ કર્મચારીની બેદરકારી સામે આવશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે
સમગ્ર મામલે તપાસ કરીને 2 દિવસમાં રિપોર્ટ આપવા માટે હાલોલ ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે. જેમાં પોલીસ કર્મચારીની બેદરકારી સામે આવે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસની હાજરીમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને ડાન્સ કર્યો હતો
પોલીસની હાજરીમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને ડાન્સ કર્યો હતો

પોલીસવાન પસાર થતી હોવાનું પણ જોવા મળ્યું
ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપના નેતાના પુત્રના લગ્ન પ્રસંગ પહેલા સમારંભનો વીડિયો વાઇરલ થયા બાદ બીજો પણ એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ડાન્સ કરી રહ્યા છે. કોઇએ માસ્ક પણ પહેર્યુ નથી. આ સમયે પોલીસવાન પસાર થતી હોવાનું પણ જોવા મળ્યું હતું. કોરોનાના નિયમો ભંગ થતા જોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાઈ તેવું વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું.

સમગ્ર મામલે તપાસ કરીને 2 દિવસમાં રિપોર્ટ આપવા માટે હાલોલ ડીવાયએસપીને તપાસ સોંપાઇ
સમગ્ર મામલે તપાસ કરીને 2 દિવસમાં રિપોર્ટ આપવા માટે હાલોલ ડીવાયએસપીને તપાસ સોંપાઇ

જોજ ગામનો વીડિયો હોવાનું બહાર આવ્યું
હાલોલ ડીવાયએસપી હરપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વાઇરલ થયેલા એક વીડિયોમાં લગ્ન પ્રસંગમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા હોય તેવુ સ્પષ્ટ દેખાય છે. તેના આધારે તપાસ કરતા ઘોઘંબાના રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના જોજ ગામનો વીડિયો હોવાનું બહાર આવ્યું છે. લગ્ન આજે છે, પણ લગ્ન પહેલાના કાર્યક્રમનો વીડિયો છે. આ અંગે પોલીસે આજે ગુનો દાખલ કર્યો છે. 10 લોકો સામે ગુનો દાખલ કર્યો છે અને જેમાંથી 8 લોકોની અટકાયત કરીને તેમના કોવિડ ટેસ્ટની કાર્યવાહી શરૂ કરી છે. ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.

હાલોલ ડીવાયએસપી હરપાલસિંહ રાઠોડ
હાલોલ ડીવાયએસપી હરપાલસિંહ રાઠોડ

ગુપ્ત તપાસ પણ શરૂ કરવામાં આવી, જેનો તપાસ રિપોર્ટ બે દિવસમાં તૈયાર થશે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુપ્ત તપાસ પણ શરૂ કરવામાં આવી છે. જેનો બે દિવસમાં તપાસ રિપોર્ટ તૈયાર થશે. કોઇ પોલીસ કર્મીઓની નિષ્કાળજી અને બેદરકારી જણાશે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments