Friday, April 26, 2024
Homeગુજરાતવડોદરા : મેડિકલ સ્ટોરના સંચાલક પર ધારીયા અને લાકડીથી હુમલો કર્યો

વડોદરા : મેડિકલ સ્ટોરના સંચાલક પર ધારીયા અને લાકડીથી હુમલો કર્યો

- Advertisement -

વડોદરાના ગોત્રી સ્થિત ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં ધંધાની હરિફાઇમાં મેડિકલ સંચાલકે બાજુમાં જ આવેલી મેડિકલના દુકાન સંચાલક ઉપર ધારીયા અને લાકડીથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ફરિયાદના આધારે પોલીસે મેડિકલ સંચાલક અને તેના ભાઇ વિરૂદ્ધ મારામારીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

જાનથી મારી નાખવાની ધમકી આપી

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા રાકેશભાઇ સોલંકી ગોત્રી વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં શ્રી ઓમ કેમિસ્ટ નામની મેડિકલની દુકાન ધરાવે છે. જેના ભાગીદાર અશ્વિનભાઈ પટેલ છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની દુકાનના ઉપરના માળે રોયલ ફાર્મસી મેડિકલ નામની દુકાન આવેલી છે. જેના સંચાલકજયેન્દ્રસિંહ ગોહિલ (રહે. સિંધરોટ ગામ) છે. તેમની મેડિકલની દુકાનનો વેપાર યોગ્ય નહીં થતાં બુધવારે સવારે ધમકી આપી હતી કે, તમે મેડિકલની દુકાન કેવી રીતે ચલાવો છો, હું જોઉં છું. તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપીને જયેન્દ્રસિંહ જતો રહ્યો હતો.

મેડિકલ સ્ટોરના સંચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

દરમિયાન બપોરના સુમારે જયેન્દ્રસિંહ તેના ભાઈ અમિત ગોહિલ સાથે ધસી આવ્યો હતો અને ઝઘડો કરી અપશબ્દો બોલીને ધારીયા અને લાકડીથી અશ્વિનભાઈને માર માર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત અશ્વિનભાઇને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ગોત્રી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular