Sunday, September 19, 2021
Homeવડોદરા : કરજણના ચોરંદા ગામની સીમમાં શિકાર કરવાના ઇરાદે નીલ ગાય પર...
Array

વડોદરા : કરજણના ચોરંદા ગામની સીમમાં શિકાર કરવાના ઇરાદે નીલ ગાય પર ફાયરિંગ, મિસ ફાયર થતાં છાતીમાં ગોળી વાગતા ટોળકીના જ સભ્યનું મોત

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામ ગામની સીમમાં ગુરૂવારે મોડી રાત્રે નીલ ગાયનો શિકાર કરવા આવેલી ટોળકીએ ખાનગી રિવોલ્વરમાંથી નીલ ગાય ઉપર ફાયરિંગ કર્યુ હતું. જોકે. ફાયરિંગમાં ટોળકીના જ એક સાગરીતને છાતીમાં ગોળી વાગતા મોત નીપજ્યું હોવાના બનાવે ભારે ચકચાર જગાવી મૂકી હતી.

ટોળકીના એક સાગરીતને ગોળી વાગતા મોત થયુ

મળેલી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાના હલદરવા અને જંગાર ગામના નીલ ગાયનો શિકાર કરતી ટોળકી મોડી રાત્રે વડોદરા જિલ્લાના કરજણ તાલુના ચોરંદા ગામની સીમમાં નીલ ગાયનો કાર કરવા માટે ગઈ હતી. ટોળકી દ્વારા નીલ ગાયનો શિકાર કરતી વખતે મિસ ફાયર થયું હતું. જેમાં ટોળકીના સાગરીત આસીફ ઝઞારીયાવાલાને ગોળી વાગતા ઇજા થઈ હતી. આ ટોળકી ઇજાગ્રસ્તને લઇને ભરુચ પહોંચી ગઈ હતી અને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

કરજણ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂકરી છે

કરજણ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂકરી છે

કરજણ પોલીસ સ્થળ પર દોડી ગઇ

દરમિયાન આજે સવારે આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં કરજણ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને સ્થાનિક લોકો પાસેથી વિગતો મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો.

મૃતકના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંડા ગામે આસીફ ઝગારીયાવાલા તેઓના એક અન્ય મિત્ર સાથે ગુરૂવારે સાંજે 7 કલાકે જંગલી જાનવરના શિકાર માટે બહાર ગયા હતા. ત્યાર બાદ તેમના ભાઈ ઉપર રાતે 11કલાકે એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો કે, તેમના ભાઈને ગોળી વાગી છે જેને લઇ આશીફના ભાઈ સ્થળ પર પહોચ્યા હતા અને તેને સારવાર માટે ભરૂચ લાવી રહ્યા હતા, પરંતુ, માર્ગમાં જ આશીફે દમ તોડ્યો હતો. આ અંગે કરજણ પોલીસે હાલ તો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવતા મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે.

નીલ ગાયનું માસ ખાવા માટે શિકાર કરે છે

ટોળકી નીલ ગાયનું માસ ખાવા માટે શિકાર કરતી હતી. આ દરમિયાન આજે મિસ ફાયર થતાં ટોળકીના જ સભ્યનું મોત થયું હતું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments