Saturday, September 25, 2021
Homeવડોદરા: ગેરવર્તણૂક કરતા યુવકે ધમકી આપી યુવતીને જાહેરમાં વાળ પકડી ઢસડી
Array

વડોદરા: ગેરવર્તણૂક કરતા યુવકે ધમકી આપી યુવતીને જાહેરમાં વાળ પકડી ઢસડી

વડોદરાના પોલિટેકનિક કોલેજ વિસ્તારમાં ગઇ સાંજે સ્કૂટર પર સવાર બે યુવતીઓને અટકાવી ત્રણ યુવકો એ અભદ્ર વર્તન કરતા તમામની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

20 વર્ષીય યુવતીએ પોલીસને કહ્યું છે કે, હું તેમજ મારી બહેન સ્કૂટર ઉપર ગેંડા સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સ્કૂટર ઉપર સવાર ત્રણ યુવકો એ અમારો પીછો કર્યો હતો. બીજા સ્કૂટર ઉપર સવાર મારા ભાઈ ભાભી આગળ નીકળી ગયા હતા અને હું તેમજ મારી બહેન પોલીટેકનીક કોલેજના ગેટ પાસે હતા તે દરમિયાન ત્રણે યુવકો અમારૂં સ્કૂટર ઊભું રાખી નજીક આવી ગયા હતા.

યુવતીએ કહ્યું છે કે,આ પૈકી સ્કૂટર સવાર યુવકને નીચે ઉતરી ગમે તેમ વર્તણૂક કરતા મેં મારા મોબાઇલથી સ્કૂટરના ફોટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. ગેરવર્તણૂક કરતા યુવકે હું પ્રેસમાં છું, તને બદનામ કરી નાખીશ. તેવી ધમકી આપી હતી અને મારો હાથ પકડી અને વાળ પકડી જમીન પર ઢસડી માર માર્યો હતો.

દરમિયાનમાં લોકો ભેગા થઇ જતા તેમ જ મારા ભાઈ ભાભી પણ આવી જતા પોલીસને બોલાવી હતી. જેથી ત્રણેય જણા સ્કૂટર મૂકી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ફતેગંજ પોલીસે સ્કૂટરના નંબરના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments