વડોદરા : વ્યક્તિએ જણાવ્યું કે, લોન અપાવવાની લાલચ બતાવી અમારા નામ પર ગાડીઓ છોડાવી લીધી

0
7

નવાપુરામાં રહેતા ચંદન બાબુભાઈ ગોદડીયાએ પોલીસને જણાવ્યું હતું કે હું જુના કપડા લે વેચનો ધંધો કરું છું દર શુક્રવારે હું અમારા મોહલ્લામાં રહેતા આરતીબેન રેણુકાબેન તથા અન્ય માણસો બસ સ્ટેન્ડની બાજુમાં કપડા વેચવા માટે જઈએ છીએ.

ગત 12મી ફેબ્રુઆરીએ બસ ડેપો પાસે તારો લગાવી ધંધો કરતો હતો તે દરમિયાન મુસ્લિમ ખાન ઝહિર ખાન પઠાણ કે જે અગાઉ મારે ત્યાં જૂની સાડી લેવા માટે અવારનવાર આવતો હતો તે મારી પાસે આવ્યો હતો અને મને તથા આરતીબેનને જણાવ્યું હતું કે તમને પાંચ હજારની લોન અપાવી જેના તમારે 1000 ના હપ્તા ભરવા પડશે. જેથી મેં હા પાડતા હતા તેની સાથેનો રિક્ષાવાળો અમને બંનેને બેસાડી મુજ મહુડા ખાતે સુઝુકીના શોરૂમ પર લઇ ગયા હતા અને જણાવ્યું હતું કે આજે તમારું કામ નહીં થાય અને શનિવારે રજા આવે છે એટલે સોમવારે કામ થશે ત્યારે બધા ઘરે જતા રહેતા સોમવારે તથા તેનો સાગરીત કાલે મારા ઘરે આવ્યા હતા અને ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા લઈને અમે તેની સાથ મુજ મહુડા ફરીથી આવ્યા હતા.

લોનના કાગળો પર સહી કરાવી વાઘોડિયા રોડ વૃંદાવન ખાતે ફેડરલ બેંકમાં લઈ જઈ અમને બે હજાર રૂપિયા આપી અમારા બંનેના બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા ત્યારબાદ ફરીથી અમને ગાડીના શોરૂમમા લઈ ગયા હતા. શોરૂમમાંથી આવેલા એક સાહેબે મને પૂછ્યું કે તમારે કયા કલરની ગાડી જોઈએ છે? તો હું ચોંકી ઉઠ્યો હતો અને મેં સાહેબને કીધું હતું કે મારે ગાડી લેવાની નથી પણ મારે તો લોન લેવાની છે. મારી વાત સાંભળી બાજુમાં ઉભેલા મુસ્લિમ ખાનએ મને જણાવ્યુ કે બંધ થઈ જા બોલ બોલ ના કર ત્યારબાદ શોરૂમના સાહેબે મકરપુરા ખાતેના શો રૂમ પર લઈ જઈ ગાડી લેવાનું કીધું હતું ત્યાંથી શકીલ નામનો ઈસમ નવી ગાડી લઈને જતો રહ્યો હતો ત્યાર બાદ આરોપીઓ અમને નવાપુરા ખાટકીવાડ પાસે ઉતારી દીધા હતા અને કાલે તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે તેમ કહીને જતા રહ્યા હતા. મુસાફિર પઠાણે મને તથા આરતીબેનને તથા અમારા મોહલ્લામાં રહેતા રેણુકા બેનને લોન અપાવવાની લાલચ જ બતાવી અમારા નામ પર ગાડીઓ છોડાવી લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here