Sunday, February 16, 2025
Homeવડોદરા : પોલીસ મથક નજીક અજાણી કંપનીનો ઝેરી કચરો ઠાલવવામાં આવતા રોષ
Array

વડોદરા : પોલીસ મથક નજીક અજાણી કંપનીનો ઝેરી કચરો ઠાલવવામાં આવતા રોષ

- Advertisement -

વડોદરાઃ પર્યાવરણ સુરક્ષાની ગુલબાંગો વચ્ચે શહેરના જવાહરનગર પોલીસ મથક નજીક કોઇ અજાણી કંપનીનો ઝેરી કચરો ઠાલવવામાં આવતા વિસ્તારમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. એક તરફ પર્યાવરણની સુરક્ષાની વાતો કરવામાં આવી રહી છે. બીજી બાજુ કેમિકલનું ઉત્પાદન કરતી કંપનીઓના ઉદ્યોગો દ્વારા ઝેરી કચરાનો નિકાલ ખૂલ્લામાં કરવામાં આવી રહ્યો છે.

કંપનીના માથાભારે શખ્સો દ્વારા નાંખીને ફરાર

જવાહરનગર પોલીસ મથકની નજીકમાં જ ઝેરી કચરો કોઇ કંપનીના માથાભારે શખ્સો દ્વારા નાંખીને ફરાર થઇ ગયા હતા. જે સ્થળે ઝેરી કચરો નાંખવામાં આવ્યો છે. તેની આસપાસમાં અનેક સોસાયટીઓ આવેલી છે. સવારે લોકોએ ઝેરી કચરાના ઢગલા જોતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા ઝેરી કચરો નાંખી જનાર કંપનીને શોધીને માલિકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિક રહીશો દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular