વડોદરા : નિરમા યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની શાખામાં વિદ્યાર્થીને ગોલ્ડમેડલ મળ્યો

0
5

વડોદરાના તેજસ્વી તન્મય જૈને નિરમા યુનિવર્સિટી સંચાલિત માસ્ટર ઓફ ટેકનોલૉજીના અભ્યાસક્રમમાં ટોચના સ્થાને રહીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.આ યુવાને આ ક્ષેત્રમાં સી.એ.ડી./સી.એ.એમ.માં તજજ્ઞતા સિદ્ધ કરી છે. તાજેતરમાં નિરમા યુનિવર્સિટી ના 29 માં દીક્ષાંત સમારોહમાં કુલપતિ ડો.કે.કે.પટેલે તન્મયને, દેશના નાણાં મંત્રી નિર્મલાજીની ઉપસ્થિતિમાં સુવર્ણ ચંદ્રક પ્રદાન કર્યો હતો.

મિકેનિકલ શાખામાં શિક્ષણ મેળવ્યુ
તન્મયના પિતા ડો.સુરેન્દ્ર જૈન લગભગ 3 દાયકાથી ગુજરાત રાજ્ય આરોગ્ય સેવા સાથે સંકળાયેલા છે અને હાલમાં વડોદરાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે કાર્યરત છે. મૂળ ગ્વાલિયરનો વતની આ પરિવાર હવે ગુજરાતવાસી બની ગયો છે.તન્મયે મિકેનિકલ ઇજનેરીના શિક્ષણની સાથે વેબ લર્નિંગ સુવિધાની મદદથી માસ્ટર ઈન ડેટા સાયન્સનો પણ અભ્યાસ કર્યો છે અને સ્વરસથી પ્રોગ્રામિંગના ક્ષેત્રમાં પણ તે રસ લઈ રહ્યો છે.

દીક્ષાંત સમારોહમાં કુલપતિ ડો.કે.કે.પટેલે તન્મયને ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યો હતો.
દીક્ષાંત સમારોહમાં કુલપતિ ડો.કે.કે.પટેલે તન્મયને ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યો હતો.

વર્ટિકલ ટર્બાઈન પંપનો પ્રોજેક્ટ કર્યો
તન્મયનું કહેવું છે કે, પદ્ધતિસરના સ્નાતકીય અને અનુસ્નાતકીય શિક્ષણની સાથે હવે વેબ આધારિત ઓનલાઇન શિક્ષણની મદદથી તમારા પોતાના અભ્યાસના વિષયમાં અને અન્ય ક્ષેત્રોમાં અભ્યાસ શક્ય છે. વ્યવસાયિક ક્ષેત્રમાં ઉપયોગી બની રહે તેવી પ્રવિણતા કેળવવા શિક્ષણની સાથે આ પ્રકારના ઓનલાઇન કોર્સિસ કરવા જોઈએ.ઇજનેરીના માસ્ટર શિક્ષણના ભાગરૂપે તેમણે ઊંડા અને લાંબા શારકામમાં ઉપયોગમાં લેવાતા વર્ટિકલ ટર્બાઈન પંપની રોટોડયનેમિક એનાલિસિસ અંગેનો પ્રોજેક્ટ કર્યો હતો.આ પંપ ખનીજ તેલના શારકામ અને જ્યાં પાણીના તળ ઊંડા હોય તેવા ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here