Home ગુજરાત વડોદરા : દોરીથી ગળું કપાઈ જતાં બાઇકચાલક યુવાનનું તરફડી તરફડીને મોત

વડોદરા : દોરીથી ગળું કપાઈ જતાં બાઇકચાલક યુવાનનું તરફડી તરફડીને મોત

0
6

વડોદરા શહેરમાં ઉત્તરાયણના દિવસે ગોઝારી ઘટના સામે આવી હતી. વડોદરાના વડસરબ્રિજ પર બાઇક પર જઇ રહેલા દાહોદના યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઇ જતાં તરફડી તરફડીને મોત થયું હતું, જોકે તેના અંતિમ શ્વાસ કેમેરામાં કેદ થઈ ગયા હતા. આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા યુવાનનો વિડિયો ઉતાર્યો હતો, જેમાં તે તરફડતો દેખાયો હતો, જેને પગલે પોલીસ દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

પત્ની અને ભાઇ સાથે યુવાન વડોદરામાં રહેતો હતો

મૂળ દાહોનો રહેવાસી બાબુભાઇ બારિયા નામનો યુવક વડોદરાની બાંધકામ સાઇટ પર કામ કરતો હતો અને પત્ની તથા ભાઇ સાથે ત્યાં જ રહેતો હતો. ઉત્તરાયણના દિવસે બાબુભાઇ સુસેન ચાર રસ્તાથી બાઈક પર વડસર તરફ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ પતંગની દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી. યુવાનને તરફડતો જોઇને આસપાસના વાહનચાલકો દોડી આવ્યા હતા અને તરત 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. જોકે યુવાનને બચાવી શકાયો નહોતો અને તેણે દમ તોડી દીધો હતો અને માંજલપુર પોલીસે યુવકના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

યુવાનનું બાઇક.

યુવાનનું બાઇક.

યુવાને 108ને કોલ કરીને કહ્યુંઃ તમે આટલી બધી વાર ન લગાડો, દર્દી સિરિયસ છે

એક યુવાને 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે વડસરબ્રિજ ઊતરતાં અકસ્માત થયો છે, તમે આટલી બધી વાર ન લગાડો, દર્દી સિરિયસ છે.

ઉત્તરાયણના દિવસે 3 લોકોનાં મોત, 70થી વધુ ઇજાગ્રસ્ત

વડોદરા શહેરમાં ઉત્તરાયણના દિવસે દોરીથી ગળું કપાતા અને અગાસી પરથી પડી જતાં 3 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેને પગલે 108 એમ્બ્યુલન્સની ટીમો સતત દોડતી રહી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

 

યુવાનનો રોડ પર પડેલો મૃતદેહ.
યુવાનનો રોડ પર પડેલો મૃતદેહ.

 

Live Scores Powered by Cn24news